કોલંબો: શ્રીલંકાના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન મોદીએ દુનિયામાં ભારતની છબી બદલવાનો શ્રેય દુનિયા અલગ અલગ ખૂણે રહેતા ભારતીયોને આપ્યો. તેમણે કહ્યું કે હવે ભારતને જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર લોકોના સંસ્કારોમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ પ્રવાસી ભારતીયોના વખાણ કરતા કહ્યું કે, 'અહીં તમારા આચાર વિચાર, વ્યવહારથી ભારતની જે ઉત્તમ છબી છે તેને અહીં સ્થાપિત કરવામાં તમારી ખુબ મોટી ભૂમિકા છે. ભારતનું ગૌરવ વધારવામાં વિશ્વમાં ફેલાયેલા ભારતીયોએ મોટી ભૂમિકા ભજવી છે. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયો પ્રત્યે ફરિયાદ હોય એવી કોઈ ઘટના અમારી સામે હજુ સુધી આવી નથી. 5 વર્ષમાં મેં અનેક દેશોના પ્રવાસ ખેડ્યા છે અને દરેક દેશમાં મને ભારતીયોના વ્યવહાર અને સંસ્કારનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરાયેલો છે. ભારતને જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.'


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...