PM Modi In SCO Summit: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનને આજે પીએમ મોદીએ આજે સંબોધિત કર્યું. તેમણે આ દરમિયાન ખાદ્ય સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે એસસીઓ દેશોએ Millets ઉગાડવું જોઈએ. આ એક એવું સુપરફૂડ છે જે દુનિયામાં છવાયેલા ખાદ્ય સંકટને દૂર કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા કોવિડ-19 મહામારી પર કાબૂ મેળવી રહી છે. કોવિડ અને યુક્રેન સંકટના કારણે વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલામાં અનેક વિધ્નો આવ્યા. અમે ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબમાં ફેરવવા માંગીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડિકલ ટુરિઝમનં બહ બની રહ્યું છે ભારત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શાંઘાઈ સહયોગ સંગઠનથી વિશ્વાસનો માહોલ પેદા થશે. અમે પરસ્પર સહયોગ બનાવવા માંગીએ છીએ. ભારત મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કોશિશ છે. કોરોનાના કારણે સપ્લાય ચેન પર અસર પડી. અમે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના પક્ષમાં છીએ. ભારતમાં ટેક્નોલોજી પર પૂરેપૂરું જોર છે. 


ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધવાની આશા
પીએમ મોદીએ કહ્યું કે અમે જન કેન્દ્રીત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ઈનોવેશનનું સમર્થન કરી રહ્યા છીએ. આજે આપણા દેશમાં 70,000થી વધુ સ્ટાર્ટ અપ અને 100થી વધુ યુનિકોર્ન છે. આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધવાની આશા છે. મને ખુશી છે કે અમારી અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી તેજીથી વધતી અર્થવ્સ્થાઓમાંથી એક છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube