બ્રાઝીલિયા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અત્રે જણાવ્યું કે વૈશ્વિક આર્થિક મંદી હોવા છતાં બ્રિક્સ રાષ્ટ્રો (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકા)એ આર્થિક વિકાસને ગતિ આપી છે. આ સાથે જ લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અહીં બ્રિક્સ બિઝનેસ ફોરમને હિન્દીમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રોનીની વિશ્વના આર્થિક વિકાસમાં 50 ટકા ભાગીદારી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંદી હોવા છતાં બ્રિક્સ રાષ્ટ્રોએ આર્થિક વિકાસને ગતિ આપી છે. લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને ટેક્નોલોજી અને ઈનોવેશનમાં નવો મુકામ મેળવ્યો છે. બ્રિક્સની સ્થાપનાના 10 વર્ષ બાદ હવે આ એક એવું ફોરમ બની ગયું છે કે જ્યાં આપણે આપણા ભવિષ્યના પ્રયત્નો પર ચર્ચા કરી શકીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે બે દિવસના 11માં બ્રિક્સ સંમેલનનો ભાગ બનીને ખુશ છું. તેમણે કહ્યું કે પાંચ રાષ્ટ્રો વચ્ચે ટેક્સ અને કસ્ટમ્સ પ્રક્રિયા સરળ બની રહી છે. બૌદ્ધિક સંપદા અધિકારો અને બેંકો વચ્ચે આપસી સહયોગથી વેપારી માહોલ પણ સરળ થઈ રહ્યો છે. હું બ્રિક્સ બિઝનેસ ફોરમને ભલામણ કરું છું કે આ પ્રકારની પેદા થયેલી તકોનો પૂરો લાભ ઉઠાવવા માટે જરૂરી વ્યવસાયિક પહેલોનો અભ્યાસ કરે. 


પીએમ મોદીએ રાષ્ટ્રો વચ્ચે વેપારના ખર્ચાના ઓછો કરવાને લઈને ભલામણ આપવા માટે રાષ્ટ્રોને અપીલ કરી. આ સાથ જ તેમણે આગામી 10 વર્ષો માટે વેપારમાં પ્રાથમિકતાવાળા ક્ષેત્રોની ઓળખ કરવા અને ઈન્ટ્રા બ્રિક્સ સહયોગની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની માગણી કરી. 


તેમણે કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રોના બજારનો આકાર અને વિવિધતા એક  બીજા માટે ખુબ ફાયદાકારક છે. મોદીએ કહ્યું કે ઉદાહરણ માટે જો એક બ્રિક્સ રાષ્ટ્રમાં કોઈ ટેક્નોલોજી હોય તો બીજા દેશમાં તે ટેક્નોલોજી માટે કાચો માલ કે તેનું બજાર છે. આવી સંભાવનાઓ ઈલેક્ટ્રોનિક વાહનો, ડિજિટલ ટેક્નોલોજી, ફર્ટિલાઈઝર્સ, કૃષિ ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ, વગેરે ક્ષેત્રોમાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube