PM Modi Calls UK PM: બ્રિટનના નવનિયુક્ત પ્રધાનમંત્રી લિઝ ટ્રુસે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્રસને યુકેના પીએમ પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વેપાર સચિવ અને વિદેશ સચિવ તરીકેની તેમની અગાઉની ભૂમિકાઓમાં ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોમાં ટ્રુસના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દાઓ પર ચર્ચા
બંને નેતાઓએ ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એક સરકારી રિલીઝ અનુસાર બંને નેતાઓએ રોડમેપ 2030ના અમલીકરણમાં પ્રગતિ, FTA વાટાઘાટો, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અને બંને દેશો વચ્ચે લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


પીએમ મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર વ્યક્ત કર્યો શોક 
પીએમ મોદીએ પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સરકારી અખબારી યાદી અનુસાર, ભારતના લોકો વતી પ્રધાનમંત્રી મોદીએ રાણી એલિઝાબેથ દ્ધિતીય ના દુ:ખદ અવસાન પર શાહી પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.


અગાઉ ગુરુવારે પીએમ મોદીએ રાણી એલિઝાબેથ દ્ધિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના "પ્રેરણાદાયી નેતૃત્વ" ની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર 2015 અને 2018 માં બ્રિટનની પોતાની મુલાકાતો દરમિયાન મહારાણી સાથેની તેમની યાદગાર મુલાકાતોને યાદ કરી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, "હું તેમની હૂંફ અને દયાને ક્યારેય ભૂલીશ નહીં. એક મીટિંગ દરમિયાન તેમણે મને તે રૂમાલ બતાવ્યો જે મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં તેમને ભેટમાં આપ્યો હતો. હું તેને હંમેશ માટે યાદ રાખીશ."


પ્રધાનમંત્રીએ કહ્યું કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું, "તેમણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના મૃત્યુથી હું દુઃખી છું. આ દુઃખદ સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે."


રાજા ચાર્લ્સ દ્ધિતીય બન્યા બ્રિટનના સમ્રાટ 
તમને જણાવી દઈએ કે બ્રિટનમાં સૌથી લાંબો સમય શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પુત્ર રાજા ચાર્લ્સ ત્રીજાને શનિવારે બ્રિટનના નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube