હ્યુસ્ટન: પીએમ મોદી તેમના એક અઠવાડિયાના અમેરિકાના પ્રવાસે અંતર્ગત શનિવારે રાતે હ્યુસ્ટન પહોંચ્યાં. અહીં તેમનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે એરપોર્ટ પર પીએમ મોદીની સાદગી અને સહજતાનો નજારો પણ જોવા મળ્યો. સ્વાગતમાં આપવામાં આવેલા બૂકેમાંથી એક ટુકડો નીચે પડી જતા પીએમ મોદીની નજર ગઈ અને તેમણે નીચે નમીને પોતે જાતે એ પડી ગયેલા ગુલદસ્તાના એક ટુકડાને ઉપાડ્યું અને સૈન્ય અધિકારી સાથે હાથ મિલાવ્યાં. પીએમ મોદીએ એનર્જી સેક્ટરના સીઈઓ સાથે પણ બેઠક યોજી તથા આજે હાઉડી મોદી કાર્યક્રમને તેઓ સંબોધન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO


એક અમેરિકી મહિલા અધિકારીએ પીએમ મોદીને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું પરંતુ જેવો પીએમ મોદીએ ગુલદસ્તો લીધો કે તેમાંથી એક નાનકડો ટુકડો નીચે પડ્યો. પીએમ મોદી આગળ વધી ગયા હતાં પરંતુ જેવો તેમને આભાસ થયો તો તેમણે પ્રોટોકોલ તોડીને પોતાના પદની પરવા કર્યાં વગર નીચે નમીને પડેલી વસ્તુ પોતાના સહયોગીને આપી દીધી. આ જોઈને ત્યાં ઊભેલા અધિકારીઓ પણ ચોંકી ગયાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...