પીએમ મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. આ ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા  પ્રથમ ભારતીય પીએમ છે. લીજન ઓફ ઓનર દુનિયાભરના પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યું છે.  જેમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ, જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુટ્રોસ બુટ્રોસ ઘાલી સહિત અન્ય સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીને અત્યાર સુધીમાં કયા કયા સન્માન મળ્યા
ફ્રાન્સ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું આ સન્માન તેમના વિભિન્ન દેશો દ્વારા અપાયેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનની યાદીમાં સામલ થયું છે. આ અગાઉ પીએમ મોદીને જૂન 2023માં ઈજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઈલ, મે 2023માં પાપુઆ ન્યૂ ગિની દ્વારા  કમ્પેનિયન ઓફ ધ ઓર્ડ ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે 2023માં પલાઉ ગણરાજ્ય દ્વારા એબાકલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 


આ ઉપરાંત 2021માં ભૂટાને ડ્યુક ગ્યાલપો, 2020માં અણેરિકી સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં, 2019માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન, રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ પુરસ્કાર, 2019માં યુએઈ દ્વારા ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી  અમીર અમાનુલ્લાહ ખાન અને 2016માં સાઉદી અરબ દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદથી પીએમ મોદીને નવાજવામાં આવ્યા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube