અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, 3 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમમાં આપશે હાજરી, રાષ્ટ્રપતિ બાઇડેન સાથે કરશે મુલાકાત
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે 8 વખત અમેરિકાના પ્રવાસે જઈ ચૂક્યા છે અને હવે નવમી વખત યાત્રા પર છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે પીએમ મોદી 21થી 23 સપ્ટેમ્બર અમેરિકાના પ્રવાસે રહેશે. પીએમ મોદી ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલનમાં ભાગ લેશે.
નવી દિલ્હીઃ ત્રીજીવખત પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલીવાર 3 દિવસ અમેરિકામાં રોકાશે... આ દરમિયાન તે ક્વાડ સમિટથી લઈને અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે... પીએમ મોદીના કાર્યક્રમ માટે ન્યૂયોર્કમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે?... ભારતના પૂર્વ પ્રધાનમંત્રીઓએ ક્યારે-ક્યારે અમેરિકાની મુલાકાત લીધી હતી?... જોઈશું આ રિપોર્ટમાં.
ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલા અમેરિકાના પ્રવાસે છે... જ્યાં તે અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.... જેમાં સૌથી વધારે અગત્યની ક્વાડ નેતાઓની બેઠક છે.... અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના હોમટાઉન ડેલાવેરના ક્લેમોન્ટમાં ક્વાડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્વાડની બેઠક પહેલાં ભારતમાં જાન્યુઆરી 2024માં યોજાવાની હતી.... પરંતુ કોઈ કારણસર તેને સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી હતી.... જોકે હાલ તે અમેરિકામાં યોજાવાની હોવાથી 2025માં ક્વાડની બેઠક ભારતમાં યોજાશે.
પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં ઈન્ડિયન ડાયસ્પોરા સાથે ખાસ મુલાકાત પણ કરવાના છે... જેના માટે હાલ નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે...
PM મોદીને આવકારવા માટે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ડુપોન્ટ હોટલમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી... જ્યાં ઢોલ-નગારાના તાલે ભારતીય-અમેરિકન મહિલાઓ ટ્રેડિશનલ કપડામાં ઝૂમતી જોવા મળી....
ભારત અને અમેરિકાના સંબંધો દાયકાઓ જૂના છે... ભારતના અનેક પ્રધાનમંત્રી પણ અમેરિકાની અનેકવખત મુલાકાત લઈ ચૂક્યા છે... તેના પર નજર કરીએ તો....
પંડિત જવાહરલાલ નેહરુએ 1947થી 1964 સુધી 4 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો...
ઈન્દિરા ગાંધીએ 1966થી 1977 અને 1980થી 1984 દરમિયાન 3 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી....
મોરારજી દેસાઈએ 1977થી 1979ની વચ્ચે 1 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો...
રાજીવ ગાંધીએ 1984થી 1989ની વચ્ચે 3 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી....
અટલ બિહારી વાજપેયીએ 1998થી 2004 દરમિયાન 4 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો...
ડૉ. મનમોહન સિંહે 2004થી 2014 દરમિયાન 8 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી....
ભારતના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળમાં પહેલીવખત અમેરિકાની મુલાકાતે છે... ત્યારે આશા રાખીએ કે ક્વાડ બેઠકમાં સારી ચર્ચા થાય... ભારત અને અમેરિકાના સંબંધો વધારે ગાઢ બને.