કોપેનહેગેનઃ પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે છે. આજે ડેનમાર્કની રાજધાનીમાં પીએમ મોદીએ આઇસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જૈકબ્સડાટિર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દરમિયાન બંને નેતાઓએ ઉર્જા, મત્સ્ય પાલન, વ્યાપાર જેવા ક્ષેત્રમાં સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર વાત કરી હતી. પીએમ મોદી મંગળવારે ડેનમાર્કની રાજધાની પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભારત નાર્ડિક શિખર સંમેલનમાં પણ હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને નેતાઓએ જિયોથર્મલ એનર્જી, રિન્યુએબલ એનર્જી, ફિશરીઝ, ફૂડ પ્રોસેસિંગ, બ્લુ-ઈકોનોમી, આર્ક્ટિક, ડિજિટલ યુનિવર્સિટીઓ અને સંસ્કૃતિ સહિતનું શિક્ષણના ક્ષેત્રમાં આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા વિશે વાતચીત કરી છે. મહત્વનું છે કે જિયોથર્મલ ક્ષેત્રમાં આઇસલેન્ડની વિશેષતા છે. બંને દેશોએ વિશ્વવિદ્યાલયો વચ્ચે સહયોગ વધારવા પર ભાર આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર પણ ચર્ચા કરી હતી. 


PM મોદી માટે ભારતીયોનો પ્રેમ જોઈને દંગ રહી ગયા ડેનમાર્કના પીએમ, કહી આ વાત


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને ઉર્જામાં આર્થિક સંબંધને મજબૂત કરવાનો માર્ગ ખુલ્યો છે. ભારતે પોતાને ત્યાં જિયોથર્મલ ઊર્જામાં સહયોગી પરિયોજનાનું સ્વાગત કર્યું છે. બંને નેતાઓએ આર્કટિકમાં સહયોગ પર ચર્ચા કરી છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube