નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની રાજધાની થિમ્ફુ પહોંચી ગયા છે. ભૂટાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ભૂટાનની રાજધાની થિમ્પુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(તસવીર-એએનઆઈ)


વડાપ્રધાન મોદીનો આ બીજો ભૂટાન પ્રવાસ છે. પીએમ મોદી હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવા ઉપરાંત રૂપે કાર્ડ લોન્ચ કરશે અને અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધને વધુ મજબુત બનાવવાની પ્રાથમિકતા રહેશે. વડાપ્રધાન મોદીનો આ ભૂટાન પ્રવાસ પીએમ લોટેય ત્શેરિંગના આમંત્રણ પર  થઈ રહ્યો છે. ભૂટાન રવાના થતા અગાઉ પીએમ મોદીએ  કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો માટે ભૂટાન ખુબ મહત્વનું છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...