Russia-Ukraine War: રશિયન રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે કરી વાત, વેગનરના વિદ્રોહ અને યુક્રેન યુદ્ધ પર કરી ચર્ચા
PM Modi Talks Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવાર (30 જૂન) એ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત ઘણા મુદ્દા પર વાત કરી છે.
મોસ્કોઃ Russia-Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુક્રેનની સ્થિતિ અને વેગનર જૂથના વિદ્રોહની જાણકારી આપી હતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનની આસપાસની પરિસ્થિતિ અને કેવી રીતે મોસ્કોએ આજે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન કૉલમાં સશસ્ત્ર ભાડૂતી સૈનિકો દ્વારા વિદ્રોહનો ઉકેલ લાવવાની ચર્ચા કરી હતી
રોયટર્સે રશિયન રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનના હવાલાથી જણાવ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિને આ સિવાય દ્વિપક્ષીય સહયોગ માટે વર્તમાન મુદ્દાઓ પર વાત કરી છે. બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રમાં મુખ્ય સંયુક્ત પરિયોજનાઓના નિરંતર કાર્યાના મહત્વ પર ધ્યાન આપ્યું.
આ પણ વાંચોઃ બાપ રે...બે કરોડની બકરી! માલિકની બધી ઈચ્છા પુરી કરનારી બકરીની દુનિયા દિવાની
હકીકતમાં યેવગેની પ્રીગોઝિનના નેતૃત્વવાળા ખાનગી સૈન્ય દળે વેગનર સમૂહે પાછલા શનિવાર (24 જૂન) એ વિદ્રોહ કરી દીધો હતો. પરંતુ જ્યારે તેના લોકો મોસ્કોથી માત્ર 200 કિમી દૂર રહી ગયા હતા તો પ્રીગોઝિને પોતાના લડાકાને પરત ફરવાનું કહ્યું હતું.
રશિયાની સમાચાર એજન્સી સ્પુતનિકે જણાવ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને પોતાના અમેરિકાના પ્રવાસની જાણકારી આપી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ રશિયામાં સશસ્ત્ર વિદ્રોહના પ્રયાસના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને દેશની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રશિયન નેતૃત્વની નિર્ણાયક કાર્યવાહી માટે સમજણ અને સમર્થન વ્યક્ત કર્યું હતું. પુતિન અને પીએમ મોદીએ શુક્રવારે ફોન કોલ દરમિયાન BRICS, SCO અને G-20 જૂથોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube