બેઈજિંગ: પાડોશી દેશ ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોમાં મીઠાશ ઘોળવા માટે પ્રયત્નો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી એકવાર ફરીથી ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરશે. શનિવારે બંને નેતાઓ ઝીલના કિનારે ટહેલશે, બોટ પ્રવાસ કરશે અને ભોજન કરશે. બંને નેતાઓએ પોતાની અનૌપચારિક બેઠકોની શરૂઆત 2014માં કરી, જ્યારે શી જિંગપિંગ ભારત આવ્યાં હતાં અને મોદીએ તેમની આગેવાની ગુજરાતના સાબરમતી આશ્રમમાં કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ અનેક વખત આંતરરાષ્ટ્રીય બેઠકોમાં મળી ચૂક્યા છે. પરંતુ આ તેમની વચ્ચે દિલથી દિલ સુધી વાતચીતનું અનૌપચારિક શિખર સંમેલન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ 2019માં શીને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને 2019માં અનૌપચારિક બેઠક માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. બે દિવસના અનૌપચારિક સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારની બેઠકોની જરૂર છે અને ત્યારબાદ તચેમણે શીને આગામી વર્ષે ભારત આવવા આમંત્રણ આપ્યું.


પીએમ મોદીએ કહ્યું કે હું તમને નિમંત્રણ અને તમારા દ્વારા કરવામાં આવેલા સ્વાગતનો આભારી છું. આ પહેલીવાર બન્યું છે કે બેઈજિંગથી દૂર તમે બેવાર ભારતીય વડાપ્રધાનની આગવાની કરી. તમે પોતે મારું સ્વાગત કરવા માટે વુહાન આવ્યા. આ ભારત માટે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે તમે સાચુ કહ્યું છે કે વિશ્વની 40 ટકા જનસંખ્યાવાળા બે દેશોના નેતા મુલાકાત કરી રહ્યાં છે.