કોલંબોઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શનિવારે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. સૌથી પહેલા પીએમ મોદીએ ભારત અને શ્રીલંકા વચ્ચે આ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન માટે આમંત્રણના સ્વીકાર પર શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેનો આભાર માન્યો હતો. મોદીએ રાજપક્ષેને પ્રધાનમંત્રીના રૂપમાં ચૂંટાવા અને સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત માટે પણ શુભેચ્છા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-શ્રીલંકા વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલનમાં પીએમ મોદીએ આગળ કહ્યુ કે, ભારત અને શ્રીલંકાનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. મારી સરકાર પાડોસી પહેલાની નીતિ અને સાગર સિદ્ધાંત હેઠળ બંન્ને દેશોના સંબંધોને વિશેષ પ્રાથમિકતા આપે છે. 


ત્યારબાદ લંકાના પીએમે સૌથી પહેલા ભારતની પ્રશંસા કરતા કહ્યું, 'COVID19 મહામારી દરમિયાન ભારતે અન્ય દેશોની સાથે મળીને જે રીતે કામ કહ્યું, તે માટે હું આભાર વ્યક્ત કરુ છું. તેમણે આગળ કહ્યું કે, એમટી ન્યૂ ડાયમંડ જહાજ પર આગ ઠારવાના ઓપરેશનમાં બંન્ને દેશો વચ્ચે વધુ સહયોગની તક પ્રદાન કરી. 


અધિકારીઓ અનુસાર, શનિવારે પોતાના વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન રાજપક્ષે અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તામાં માછીમારોનો મુદ્દો એક મહત્વપૂર્ણ ભાગ હતો. રાજપક્ષેના મીડિયા કાર્યાલયે શનિવારે કહ્યું કે, પ્રધાનમંત્રીએ શુક્રવારે સ્થાનીક પાછળી પકડનારા સંગઠોનોના એક જૂથ સાથે વાતચીત કરી અને બંન્ને દેશો વચ્ચે આ મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય હશે. 


Coronavirusથી બચવા માટે ન્યૂયોર્કે આપનાવી આ રીત, રેસ્ટોરન્ટ ખોલવા પાછળ આ હતો ઉદ્દેશ્ય


શિખર સંમેલનનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર કરવામાં આવી રહ્યું છે, જેમણે આ વર્ષે 6 ઓગસ્ટે શ્રીલંકાના નવ-નિયુક્ત પ્રધાનમંત્રીની સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. રાજપક્ષે કાર્યાલયે કહ્યુ કે, માછીમાર સમુદાયના પ્રમુખે જણાવ્યું કે, સીઓવીઆઈડી-19ના પ્રકોપ બાદથી ભારતીય અધિકારી હવે ગેરકાયદેસર શિકાર કરનાર પોતાના માછીમારોને તેમની સરહદ સુધી નથી રોકતા. તેનાથી સ્થાનીક માછલી પકડનાર સમુદાય માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. મહત્વનું છે કે શ્રીલંકાના પાણીમાં ભારતીયો દ્વારા માછલી પકડવી એક જૂની અને મોટી સમસ્યા રહી છે અને પાછલા દિવસોમાં પણ બંન્ને પાડોસીઓ વચ્ચે તેના પર ઉચ્ચ-સ્તરીય વાર્તા થઈ હતી. 


પછી જ્યાં રાજપક્ષેએ તેમને આશ્વાસન આપ્યુ કે આ મુદ્દાને ભારતીય નેતાની સાથે ઉઠાવશે અને શ્રીલંકન નૌસેનાએ દેશના પાણીમાં ગેરકાયદેસર શિકાર કરનાર કોઈપણની ધરપકડ કરવી જોઈએ. આ સિવાય બંન્ને દેશોના નેતાઓ વચ્ચે આપસી દ્વિપક્ષીય, અંતર-રાજનીતિ, આર્થિક, નાણાકીય, વિકાસ, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રો, શૈક્ષણિક, પ્રવાસ અને સાંસ્કૃતિકની સાથે-સાથે પારસ્પરિક હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દો પર પૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. પાછલા મહિને પ્રીમિયરશીપ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી રાજપક્ષે દ્વારા આ પ્રથમ વર્ચ્યુઅલ શિખર-સ્તરીય વાતચીત હતી. 


હિન્દ મહાસાગરમાં શાંતિ અને સ્વતંત્ર અવરજવરના પક્ષમાં
હિન્દ મહાસાગરમાં ચીનની શક્તિ વધારનારી હરકતો વચ્ચે શ્રીલંકાએ સ્પષ્ટ કર્યું કે, તે આ સમુદ્રી ક્ષેત્રને કોઈના શક્તિ પ્રદર્શનનો ગઢ બનાવવાના વિરોધમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના પ્રી-રેકોર્ડેડ ભાષણમાં કહ્યું, અમારી પ્રાથમિકતા હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવાની છે, જ્યાં કોઈ દેશ કોઈ અન્ય પર પોતાનું વર્ચસ્વ સાબિત ન કરી શકે. શ્રીલંકા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં રણનીતિક મહત્વના સ્થાન પર સ્થિત છે. ભારતને ઘેરવા માટે ચીન શ્રીલંકાના આ મહત્વની ઉપયોગ કરવાના પ્રયાસમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube