વોશિગટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી. વિભિન્ન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીની ઘણા દેશોના નેતાઓ સાથે પણ બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મોડી રાત્રે (ભારતીય સમયાનુસાર) ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક કરશે. ત્યારબાદ અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મોદીની દ્વિપક્ષીય બેઠક થવાની છે. જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા અને પીએમ મોદી પણ પરસ્પર વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


ઓસ્ટ્રેલિયાઇ​ પીએમ સાથે બેઠક શરૂ
પાંચ કંપનીઓના સીઇઓ સાથે ઘણા કલાકોની મુલાકાત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક શરૂ થઇ ગઇ છે. બંને દેશોની વચ્ચે વિભિન્ન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાની આશા છે. બંને નેતાઓની આ મુલાકાત પરસ્પર સંબંધોને મજબૂતી પુરી પાડવા અને સહયોગને પ્રોત્સાહન આપવાને લઇને થઇ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube