સોચિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની યાત્રા પર જઇ રહ્યા છે. જો કે તેઓ તેમની પહેલી રશિયાની યાત્રા નથી પરંતુ આ યાત્રાનું મહત્વ અલગ જરૂર છે. રશિયામાં ભારતના રાજદૂત પંકજ સારને જણાવ્યું કે, બીજીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ માત્ર 2 અઠવાડીયાની અંદર વ્લાદિમીર પુતિને પોતે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. પંકજ સારને જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે ઘણી મહત્વની બેઠક યોજાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક ખુબ જ મહત્વની છે કારણ કે, પ્રેસિડેન્ટ પુતિને વડાપ્રધાન મોદી સાથે ચોથી વખત રાષ્ટ્રપતિ બનવાનાં માત્ર બે અઠવાડીયા બાદ જ તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આ બંન્નેની વચ્ચે કેમિસ્ટ્રી માટે ઘણી સારી તક છે. સારને કહ્યું કે, બંન્ને નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક બીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને સારી બનાવવા માટે આંતરિક સહયોગ પર ચર્ચા કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાનાં સોચિમાં 21 મેનાં રોજ વ્લાદિમીર પુતિનની સાથે બિનઅધિકારીક મુલાકાત માટે પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુલાકાતનાં એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગની સાથે પણ આ પ્રકારની અનૌપચારિક બેઠક કરી હતી. રાજદૂતે જણાવ્યું કે, દ્વિપક્ષીય સંબંધો અંગે વાતચીત ઉપરાંત વડાપ્રધાન મોદી અને પુતિન ઇરાન ન્યૂક્લિયર ડીલથી અમેરિકા અલગ થયા બાદ પ્રભાવો અંગે પણ ચર્ચા કરશે. ભારત અને રશિયા બંન્ને આતંકવાદથી પીડિત છે માટે બંન્ને પક્ષોની વચ્ચે ISISનાં ખતરા અને અફઘાનિસ્તાન સીરિયાની સ્થિતી અંગે ચર્ચા હશે.