G7 Summit Germany PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જૂનથી યોજાનાર G7 શિખર સન્મેલનમાં ભાગ લેવા માટે રવિવારના જર્મનીના મ્યૂનિખ પહોંચ્યા છે. બે દિવસીય શિખર સન્મેલન દરમિયાન પીએમ મોદી G7 અને ત્યાં પહોંચેલા અન્ય દેશના નેતાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તે સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી મ્યૂનિખમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

G7 Summit Germany PM Modi Speech Live Updates:
આજનો દિવસ અન્ય એક કારણથી પણ ઓળખાય છે. જે ડેમોક્રેસી આપણું ગૌરવ છે, જે ડેમોક્રેસી દરેક ભારતીયના DNA માં છે, આજથી 47 વર્ષ પહેલા આ સમયે તે ડેમોક્રેસીને બંધક બનાવવા, ડેમોક્રેસીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


ઇમરજન્સીનો સમયગાળો ભારતના વાઈબ્રેન્ટ ડેમોક્રેટિક ઇતિહાસમાં એક કાળા ડાઘ બરોબર છે, પરંતુ આ કાળા ડાઘ પર વર્ષોથી ચાલી રહેલી લોકતાંત્રિક પરંપરાઓની શ્રેષ્ઠતા સંપૂર્ણ શક્તિ સાથે વિજય થઇ, લોકતાંત્રિક પરંપરાઓ આ હરકતો પર ભારે પડી.


લોકોનું સ્વાગત કરતા પીએમ મોદીએ સીધા ભારતમાં લગાવવામાં આવી ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારતના ઇતિહાસમાં ઇમરજન્સીનો સમયગાળો એક કાળા ડાધ જેવો છે. ભારતના લોકોએ લોકતંત્રને કચડી નાખવાનો જવાબ લોકતાંત્રિક રીતથી જ આપ્યો છે. આપણે ભારતીયો ક્યાંય પણ રહીએ, આપણને આપણાં લોકતંત્ર પર ગર્વ હંમેશા રહે છે, લોકતંત્ર આપણું ગૌરવ છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકતંત્રની જનની છે.


આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવાર સવિધા મળે છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબોને મફત અજના સુનિશ્ચિત કરી રહ્યું છે. એટલું જ નહીં, આજે ભારતમાં સરેરાશ દર 10 દિવસે એક યુનિકોર્ન રચાય છે.


આજે ભારતમાં દર મહિને સરેરાશ 5 હજાર પેટેન્ટ ફાઈલ થાય છે. ભારત દર મહિને સરેરાશ 500 થી વધુ આધુનિક રેલવે કોચ બનાવી રહ્યું છે. આજે ભારત દર મિહને સરેરાશ 18 લાખ ઘરોને પાવર પોઈન્ટ સપ્લાયથી જોડી રહ્યું છે. આજે 21 મી સદનું ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં, ઇન્ડસ્ટ્રી 4.0 માં પાછળ રહેવામાં નહીં પરંતુ આ ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનારાઓમાંથી એક છે.


Information Technology માં, Digital Technology માં ભારત પોતાનું પરચમ લહેરાવી રહ્યું છે. દુનિયામાં થઈ રહેલા realtime ડિજિટલ પેમેન્ટ્સમાંથી 40 ટકા ટ્રાન્જેક્શન ભારતમાં થઈ રહ્યા છે. આજે ભારત ડેટા કંઝમ્પ્શનમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બારત તે દેશોમાં છે જ્યાં ડેટા સૌથી સસ્તો છે.


પીએમ મોદીએ કહ્યું કે ભારત અધીર છે, પ્રગતિ માટે, વિકાસ માટે. ભારત અધીર છે, પોતાના સપનાઓ માટે, પોતાના સમનાઓને સિદ્ધ કરવા માટે. આજે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું તો ભારતમાં વેક્સીનનો આંકડો 196 કરોડને પાર કરી ગયો છે. મેડ ઇન ઇન્ડિયા વેક્સીને ભારતની સાથે દુનિયાના કરોડો લોકોના કોરોનામાં જીવ બચાવ્યા છે.


ગત વર્ષ ભારતે 111 બિલિયન ડોલરના એન્જિનિયરિંગ ગુડ્સને એક્સપોર્ટ કર્યું છે. ભારતના કોટન અને હેન્ડલુમ ઉત્પાદનોના નિકાસમાં પણ 55 ટકાનો વધારો થયો છે. આજે સ્વચ્છતા ભારતમાં એક જીવનશૈલી બની રહી છે. ભારતના લોકો, ભારતના યુવા દેશને સ્વચ્છ રાખવો પોતાનું કર્તવ્ય સમજી રહ્યા છે. આજે ભારતના લોકોનો વિશ્વાસ છે કે તેમના પૈસા ઇમાનદારીથી દેશ માટે યુઝ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારની ભેટ નથી ચઢી રહ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube