પેરિસઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય ફ્રાન્સની યાત્રા હેઠળ પેરિસ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ ફ્રાન્સના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. પીએમ મોદી શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ બેસ્ટિલ ડેમાં વિશિષ્ઠ અતિથિ તરીકે સામેલ થશે. પીએમ મોદીએ અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માતા કી જયની સાથે પીએમ મોદીનું સંબોધન 
પેરિસના લા સીન મ્યુઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. તેણે કહ્યું, “આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. ભારત માતાનો અવાજ સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. અહીં આવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના લોકોનો હૃદયપૂર્વક આભાર.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube