સિંગાપુર : સિંગાપુર મુલાકાતનાં બીજા દિવસે વડાપ્રધાન મોદીએ શાંગરી લા ડાયલોગમાં સંબોધન કરનારા પહેલા વડાપ્રધાન બન્યા છે. તેમણે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, એશિયા અને વિશ્વનું ભવિષ્ય વધારે સારી રીતે સુધરી શકે છે. જો ભારત અને ચીન વિશ્વાસ સાથે એકબીજાની સાથે મળીને કામ કરે. વડાપ્રધાન મોદીએ શીની સાથે થયેલી અનૌપચારિક વાતચીત બાદ તેમનું આ નિવેદન ખુબ જ મહત્વનું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ કહ્યું કે, ભારત અને ચીન આંતરિક મુદ્દાઓને પહોંચીવળવા અને સીમા પર શાંતિ જાળવી રાખવા માટે ઘણી પરિપક્વતા દર્શાવી છે. મોદીએ કહ્યું કે, એશિયાની પ્રતિદ્વંદીતા ક્ષેત્રમાં પાછળ ધકેલી દેશે. જ્યારે સહયોગ તેને યોગ્ય આકાર આપશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આસિયાન દેશોની સાથે ભારતનાં સંબંધનાં ઐતિહાસિક વર્ષ પ્રસંગે અહીં પહોંચીને મને ખુબ જ આનંદ થાય છે. જાન્યુઆરીમાં અમારા ગણતંત્ર દિવસ પ્રસંગે અમે આસિયાન દેશોની મહેમાનનવાજીની તક મળી. આ સમિટ આસિયાન અને એક્ટ ઇસ્ટ પોલિસી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. 

ઇસ્ટની તરફ વધે ભારતીયો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હજારો વર્ષો સુધી ભારતીય પુર્વની તરફ વધ્યા, આ માત્ર ઉગતા સુરજને જોવા માટે નહી, પરંતુ તે પ્રાર્થના કરવા માટે કે તેનો પ્રકાશ હંમેશા માટે વિશ્વ પર જળવાઇ રહે. વડાપ્રધાને કહ્યું કે, સિંગાપુર આપણને દેખાડે છે કે જ્યારે મહાસાગર ખુલ્લું હોય, સમુદ્ર સુરક્ષીત હોય, દેશો એક બીજા સાથે જોડાયેલા હોય, કાયદાનું પાલન થતું હોય અને દેશ પછી નાનો હોય કે મોટો, સંપ્રભુતા તરીકે સમૃદ્ધ હોય છે. સિંગાપુર આપણને તે પણ શિખવાડે છે કે જ્યારે કોઇ દેશ સિદ્ધાંતો સાથે ઉભો થાય છે, ન કોઇ એક શક્તિ અથવા બીજી શક્તિની પાછળ તે વિશ્વમાં સન્માન પ્રાપ્ત કરે છે. 

વડાપ્રધાને કહ્યું કે, ભારત માટે સિંગાપુર ઘણુ મહત્વનું છે. આ એક ભાવના છે, જે એક લોયલ નેશનને લોયલ સિટી સાથે જોડે છે. સિંગાપુર અમારા માટે આસિયાનનું સ્પ્રિંગબોર્ડ છે. પુર્વમાં પ્રવેશ માટે સિંગાપુર હંમેશા એક પ્રવેશદ્વાર સમાન રહ્યું છે. ભારત માટે કોઇ પણ ક્ષેત્ર એટલું મહત્વનું નથી જેટલું સિંગાપુર છે. આ બધુ જ સારા કારણોથી. વૈદિક કાળથી જ ભારતનું મહાસાગરોમાં મહત્વનું સ્થાન રહ્યું છે. વેદોમાં ભારતની ઓળખ માટે ઉત્તરો યત્ત સમુદ્રસ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે જેની સીમાઓ ઉત્તરથી સમુદ્ર સાથે મળે છે. મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં લોથલ છે. આ વિશ્વનું સૌથી જુનુ બંદર છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હિંદ મહાસાગરે ભારતનાં ઇતિહાસને આકાર આપ્યો છે. તે ભારતનાં ભવિષ્યની કુંજી પણ છે. હવે ભારતનાં વ્યાપાર અને ઉર્જાનું 90 ટકા સમુદ્ર પર નિર્ભર છે. તે વૈશ્વિક વ્યાપારની પણ લાઇફ લાઇન છે. મોદીએ જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા મોરેશિયસમાં અમે એક શબ્દમાં પોતાનો દ્રષ્ટીકોણ જણાવ્યો હતો. સાગર(SAGAR)આ એક હિંદી શબ્દ છે. જે ક્ષેત્રમાં સુરક્ષા અને તરક્કીનો પણ અર્થ છે. અમારી એક્સ ઇસ્ટ પોલિસી સાથે આ શબ્દ ખુબ જ કારગત નિવડ્યો છે.