મ્યૂનિખઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી અને તેનું અભિવાદન કર્યું હતું. જી-7 બેઠક બાદ પીએમ મોદી 28 જૂને યૂએઈનો પણ પ્રવાસ કરશે. ત્યાં તે સંયુક્ત અરબ અમીરાતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરશે. મહતનવું છે કે બે મહિનામાં પીએમ મોદી બીજીવાર જર્મની યાત્રાએ ગયા છે. આ પહેલા પીએમ મોદી 2 મેએ જર્મની ગયા હતા, જ્યાં તેમણે છઠ્ઠી ભારત-જર્મની અંતર સરકારી વિચાર વિમર્શ બેઠકમાં ભાગ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના સાત સૌથી ધનવાન દેશોનો સમૂહ છે જી-7
નોંધનીય છે કે જી-7 દુનિયાના સાત સૌથી ધનવાન દેશોનો સમૂહ છે જેની અધ્યક્ષા જર્મની કરી રહ્યું છે. આ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા સામેલ છે. વિદેશ સચિવે જણાવ્યુ કે જી-7 શિખર સંમેલનના આયોજનની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે, જેમાં આર્જેન્ટીના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોના આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રો, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સહિતના નેતાઓ ભાગ લેવાના છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube



28 જૂને યૂએઈ જશે પીએમ મોદી
તો જી7 શિખર બેઠકમાં ભાગ લીધા બાદ પીએમ મોદી 28 જૂને સંયુક્ત અરબ અમીરાતની યાત્રા પર જશે. પ્રધાનમંત્રી મોદી યૂએઈની યાત્રા દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક રહેતા શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપશે. નોંધનીય છે કે યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસકનું નિધન 13 મેએ થયું હતું. આ સિવાય પીએમ મોદી યૂએઈના નવા રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક ચૂંટાયા પર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને શુભેચ્છા પણ આપશે. ત્યારબાદ પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે.