ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ (india-bangladesh) વચ્ચે પાંચ મહત્વની સમજુતી પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) અને પ્રધાનમંત્રી શેખ હસીના (PM Hasina) ની હાજરીમાં બન્ને દેશો વચ્ચે સમજુતી થઈ છે. દ્વિપક્ષીય વાર્તા બાદ બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ભારતની વધુ ભાગીદારીનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાથે બન્ને દેશો વચ્ચે હલ્દીબાટી-ચિલઘાટી રેલ રૂપ પર નવી મિતાલી એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જાહેરાત થઈ છે. આ ટ્રેન ઢાકા અને ન્યૂ જલપાઈગુડી  વચ્ચે ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે બાંગ્લાદેશમાં ભારતીય સેનાના શહીદોની સ્મૃતિમાં એક સ્મારક બનાવવાના કામનું પણ બન્ને પ્રધાનમંત્રીઓએ ઉદ્ઘાટન કર્યુ છે. ટ્રેડ અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ભારત કઈ રીતે બાંગ્લાદેશનો સહયોગ કરશે તેને લઈને પણ સમજુતી થઈ છે. 


Bangladesh યાત્રાનો બીજો દિવસ: Matua સમુદાય વચ્ચે બોલ્યા PM Modi, 'આપણો મનથી મનનો સંબંધ છે'


પીએમ મોદીએ મંદિરમાં કરી પૂજા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple) માં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube