નવી દિલ્હી: ભારતમાં હાલમાં જ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણીના પરિણામો પર માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયા અને પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે. પાકિસ્તાન ડરના ઓછાયામાં છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાન એ વાતથી પરેશાન છે કે ક્યાંક ભારતમાં ફરીથી એકવાર મોદી સરકાર ન આવી જાય. એક્ઝિટ પોલના આંકડાએ ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ગઠબંધન (એનડીએ)ની સરકાર બનવાનો અંદેશો જતાવ્યો છે. મોદી સરકારની વાપસીથી ભારતમાં વિરોધ પક્ષો કરતા પણ વધુ કોઈ પરેશાન હોય તો પાડોશી દેશ પાકિસ્તાન છે. જે દિવસથી એક્ઝિટ પોલના આંકડા આવ્યાં છે ત્યારથી પાકિસ્તાન ડરના ઓછાયામાં જીવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19મી મેના રોજ એક્ઝિટ પોલના આંકડાઓએ ભારતમાં મોદી સરકારની વાપસીના સંકેતો આપ્યાં ત્યારે પાકિસ્તાનને તો જાણે માથાનો દુખાવો થઈ ગયો. ભારતમાં એકવાર ફરીથી મોદી સરકાર બનવાને લઈને પાકિસ્તાને એટલું પરેશાન થઈ ગયું કે 19મી મેના રોજ ગુગલ ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદી ભારત કરતા તો વધુ પાકિસ્તાનમાં સર્ચ કરવામાં આવ્યાં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...