જાપાનથી PM LIVE: ડિજિટલ લેવડદેવડ રેકોર્ડ સ્તર પર, સોશિયલ સેક્ટર પ્રાથમિકતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનનાં ઓસાકા પહોંચી ચુક્યા છે. બુધવારે મોડી રાત્રે વડાપ્રધાન નવી દિલ્હીથી ઓસાકા માટે રવાના થયા હતા. ગુરૂવારે સવારે ઓસાકા પહોંચ્યા હતા. વડાપ્રધાને આજે અહીં સૌથી પહેલા જાપાની વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઉપરાંત ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કર્યાહ તા. શુક્રવારે જી20 સમિટની બેઠક ચાલુ થશે. આ ઉપરાંત તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાનાં છે.
ઓસાકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનનાં ઓસાકા પહોંચી ચુક્યા છે. બુધવારે મોડી રાત્રે વડાપ્રધાન નવી દિલ્હીથી ઓસાકા માટે રવાના થયા હતા. ગુરૂવારે સવારે ઓસાકા પહોંચ્યા હતા. વડાપ્રધાને આજે અહીં સૌથી પહેલા જાપાની વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઉપરાંત ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કર્યાહ તા. શુક્રવારે જી20 સમિટની બેઠક ચાલુ થશે. આ ઉપરાંત તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાનાં છે.
ડિજિટલ લિટરેસી વધી રહી છે.
ડિજિટલ લિટરેસી ઝડપથી વધી રહી છે. ડિજિટલ ટ્રાંઝેક્શન રેકોર્ડર સ્તર પર છે, ઇનોવેશન અને ઇન્કયૂબેશન માટે એક ખુબ જ મોટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે. આગામી 5 વર્ષમાં 50 હજાર સ્ટાર્ટઅપ્સને ઇકો સિસ્ટમ ભારતને બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પ્રભાવી સ્પેસ ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક
ભારતની 130 કરોડની જનતાનાં જીવનને સરળ અને સુરક્ષી બનાવવા માટે સસ્તી અને પ્રભાવી સ્પેસ ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક છે.
ભારત-જાપાનની મિત્રતા મજબુત
2014માં વડાપ્રધાન બન્યા બાદ જાપાન-ભારતની મિત્રતા મજબુત કરવાની તક મળી. તે અગાઉ વડાપ્રધાન અટલ બિહારા વાજયેપી અનેવ ડાપ્રધાન યોશિરો મોરીએ મળીને આપણા સંબંધોને ગ્બોબલ પાર્ટનરશીપનું સ્વરૂપ આપ્યું હતું.
ડિજિટલ લેવડદેવડ રેકોર્ડ સ્તર પર
દેશમાં ઓનલાઇન ચુકવણી મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ડિજિટલ લેવડ દેવડ રેકોર્ડ સ્તર પર છે. બીજી તરફ સોશિયલ સેક્ટર તેમની સરકારની પ્રાથમિકતા છે.
ગાંધીના ત્રણ બંદરોના જન્મદાતા જાપાન
ગાંધીજીનો એક બોધ નાનપણથી આપણે લોકો સાંભળીએ છીએ અને તે છે ખરાબ જોવું નહી, ખરાબ સાંભળવું નહી અને ખરાબ કહેવું નહી. પરંતુ તે બાબતે ઘણા ઓછા લોકો જાણે છે કે ત્રણ વાંદરાઓનાં આ સંદેશ માટે બાપુએ પસંદ કર્યા, તેના જન્મદાતા 70મી સદીમાં જાપાનમાં થઇ ગયા.
ભારત સાથેના સંબંધોમાં જાપાનનું મહત્વનું સ્થાન
વિશ્વની સાથે ભારતના સંબંધોમાં જાપાનનો એક મહત્વનો હિસ્સો છે. આ સંબંધો આજના નહી, સદીઓનાં છે, તેના મુળમાં આત્મીયતા, સદ્ભાવના છે.
સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ
સબકા સાથ સબકા વિકાસ અને તેમાં લોકોએ મિલાવ્યું સબકાવિશ્વાસ. અમે આ મંત્રથી આગળ વધી રહ્યા છીએ. ભારત મજબુત બનશે ત્યારે જ્યારે નાગરિકો મજબુત બનશે.
વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી. તેમણે સંબોધન કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં બારતીય જનતાએ પહેલા કરતા પણ વધારે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમારામાંથી પણ અનેક લોકોએ આ જનમતમાં યોગદાન આપ્યું છે. તમે લોકોએ પણ કોઇને કોઇ સ્વરૂપે ભારતની લોકશાહીને વધારે મજબુત અને શક્તિશાળી બનાવી છે. વડાપ્રધાન મોદીએ ઓસાકામાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ભારત માતા કી જયનાં નારાઓ લાગ્યા હતા.
130 કરોડ ભારતીયોની પહેલા કરતા પણ વધારે મજબુત સરકાર
130 કરોડ ભારતીયોએ પહેલા કરતા પણ વધારે મજબુત સરકાર બનાવી છે. આ પોતાની જાતમાં ઘણુ મોટી ઘટના છે. ત્રણ દશક બાદ પહેલી વાર સતત બીજી વખત પુર્ણ બહુમતી સાથેની સરકાર બનાવવામાં આવી છે. 1971 બાદ દેશની પહેલીવાર એક સરકારનાં પ્રો ઇકમ્બેન્સી જનાદેશ આપ્યો છે. આ જીત સત્યની જીત છે. ભારતની લોકશાહીની જીત છે.
મહિલા સશક્તિકરણ માટે કોંગ્રેસ હારી ચુકી
મહિલા સશક્તિકરણ માટે કોંગ્રેસને અનેક તક મળી, પરંતુ દરેક વખતે તે ચુકી ગઇ. 1950 દરમિયાન Uniform Civil Code પર ચર્ચા દરમિયાન પહેલી તક ચુકી ગયા. 35 વર્ષ બાદ બાનો કેસ દરમિયાન એક વધારે તક ગુમાવી. હવે ત્રિપલ તલાક બિલ તરીકે તેમની પાસે વધારે એક તક છે.
આ મંત્ર થકી વધી રહ્યા છીએ આગળ
સબકા સાથ સબકા વિકાસ અને તેમાં લોકોને મિલાવ્યો સબકા સાથ સબકા વિશ્વાસ. અમે આ મંત્રની આગળ વધી રહ્યા છીએ. ભારત મજબુત બનશે.