PM મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો
રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.
નવી દિલ્હી: રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો. જેના પર મલેશિયાના વડાપ્રધાને ઝાકિર નાઈક મામલે ભારતને પૂરેપૂરો સહયોગ આપવાની વાત કરી. બેઠકમાં નક્કી થયું કે બંને દેશોના અધિકારીઓ ઝાકિર નાઈક મામલે મુલાકાત કરીને વાર્તા કરશે.
PM મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે, જાપાની પીએમ શિંજો આબે સાથે પણ થઈ ચર્ચા
અત્રે જણાવવાનું કે પીએમ મોદીના રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદી આજે વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં સામેલ થશે. બેઠક અગાઉ આજે સવારે પીએમ મોદીએ જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. એવું કહેવાય છે કે ભારત અને જાપાનના પીએમ વચ્ચે થયેલી વાતચીતમાં 5જી ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યાપાર પર ચર્ચા થઈ.
જુઓ LIVE TV