વુહાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને એક પ્રસિદ્ધ ચીની ચિત્રકારની બે કલાકૃતિઓની પ્રતિલિંપીઓ ભેટ કરી. આ કૃતિઓ કલાકારે પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી વિદ્યાલયમાં 1939-40માં રોકાણ દરમિયાન બનાવી હતી. પીએમ મોદીએ ચીનમાં અનૌપચારિક શિખર વાર્તા દરમિાયન શીને શૂ બીહોંગની કલાકૃતિઓની પ્રતિલિપીઓ ભેટ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૂ ઘોડા અને પક્ષીઓની પોતાની શાહી પેન્ટિંગ માટે પ્રખ્યાત હતાં. 20મી સદીના પ્રારંભમાં આધુનિક ચીન પરિલક્ષિત થયું તે દરમિયાન કલાત્મક અભિવ્યક્તિઓની જરૂરિયાતો સામે રાખનારા તેઓ પ્રથમ ચીની કલાકારોમાના એક હતાં. પેન્ટિંગમાં એક ઘોડો અને ઘાસ પર ચકલીઓ જોવા મળી રહી છે.


શિખર વાર્તા માટે ખાસ કરાયો હતો ઓર્ડર
અધિકારીઓએ જણાવ્યું કે શૂએ વિશ્વભારતીમાં પોતાના રોકાણ દરમિયાન આ કલાકૃતિઓ બનાવી હતી. ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ (આઈસીસીઆર)એ આ શિખર વાર્તા દરમિયાન તેના માટે ખાસ ઓર્ડર આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ઘોડા, ચકલી અને ઘાસના શીર્ષકવાળી આ પેન્ટિંગ વિશ્વભારતીના સંગ્રહમાં છે. આઈસીસીઆરએ વુહાનમાં આ બંને નેતાઓની અનૌપચારિક શિખર ભેટવાર્તાના પ્રસંગ માટે તેમની એકલ પ્રતિલિપીઓનો ખાસ ઓર્ડર આપ્યો હતો.


સૂત્રોના જણાવ્યાં મુજબ શૂ ચીનથી પ્રથમ વિઝિટિંગ પ્રોફેસર તરીકે શાંતિનિકેતન આવ્યા હતાં અને તેમણે ત્યાંના કલાભવનમાં અધ્યાપન કર્યુ હતું. આ દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર 1939માં શૂ બીહોંગની 150થી વધુ કલાકૃતિઓના પ્રદર્શનનું ઉદ્ધાટ કર્યુ હતું.


જિનપિંગે મુલાકાતને ગણાવી ખાસ
પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શિખરવાર્તાને શી જિનપિંગે ખાસ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત વસંતના મહિનામાં થઈ રહી છે. આ મહિનામાં જે સંબંધો બને છે તે પવિત્ર ગણાય છે.


જિનપિંગ સાથે મુલાકાત બાદ ખુશ છું-મોદી
પહેલા દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે વુહાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળીને ખુશ છું. અમારી વાર્તા વ્યાપક અને સાર્થક રહી. અમે ભારત-ચીનના સંબંધોને મજબુત કરવા અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. અત્રે જણાવવાનું કે 2014માં સત્તા પર આવ્યાં બાદથી મોદીનો આ ચોથો ચીન પ્રવાસ છે.