UAE બાદ બહરીનમાં બનશે ભવ્ય મંદિર, જમીન ફાળવવા માટે PM મોદીએ માન્યો આભાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બહરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા વચ્ચે ફોન પર વાત થઈ છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વામીનારાયણ મંદિર માટે જમીન ઉપલબ્ધ કરાવવા માટે આભાર માન્યો છે. સાથે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરી હતી.
નવી દિલ્હી/મનામાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંગળવારે બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સલમાન બિન અમદ અલ ખલીફા (Crown Prince & Prime Minister of Bahrain Salman bin Hamad Al Khalifa) સાથે વાત કરી. આ દરમિયાન તેમણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા અને રાજકીય, વ્યાપા, રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોમાં સતત થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ બહરીનમાં બનનારા સ્વામીનારાયણ મંદિર માટે જમીન ફાળવણી પર ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે યૂએઈ બાદ બહરીનમાં ભવ્ય મંદિર બનવાનું છે.
ઉજવી રહ્યાં છે સંબંધોની સૂવર્ણ જયંતિ
પ્રધાનમંત્રી ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે બંને નેતાઓની ફોન પર વાતચીતમાં ભારત અને બહરીન (India & Bahrain) ના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી અને તે વાત પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજકીય, વ્યાપાર, રોકાણ, ઉર્જા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને લોકો વચ્ચે આપસી સંપર્ક સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સંબંધોમાં સતત પ્રગતિ જોવામાં આવી છે. ભારત અને બરહીન રાજદ્વારી સંબંધોની સ્થાપના વર્ષ 2021-2022માં સૂવર્ણ જયંતિ મનાવી રહ્યાં છે.
ભારત આવવાનું આપ્યું નિમંત્રણ
PMO પ્રમાણે પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન બહરીનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવાની સાથે તેની સામાજિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને પૂરી કરવા માટે બહરીનના નેતૃત્વનો આભાર માન્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ બહરીનના સુલ્તાન હમદ બિન ઈસા અલ ખલીફાને શુભકામનાઓ આપી અને પ્રધાનમંત્રી સલમાન બિન હમદ અલ ખલીફાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
આ દેશમાં ભારત વિરોધી પ્રદર્શન હવે ગુનો ગણાશે, સરકાર કરશે આ કડક સજા
અબુધાબીમાં પણ બની રહ્યું છે મંદિર
સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પણ એક હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પથ્થરોથી નિર્મિત યૂએઈનું પ્રથમ પરંપરાગત મંદિર હશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે બનાવવામાં આવી રહેલા મંદિરની ઉંમર આશરે 1000 વર્ષ હશે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube