ઉઝ્બેકિસ્તાનથી આવેલા તૈમૂરે ભારતમાં મચાવ્યો હતો આતંક, જાણો શું છે સમરકંદનો ઈતિહાસ, પ્રવાસ પર છે મોદી
પ્રધાનમંત્રી મોદી એસસીઓ સમિટમાં સામેલ થવા માટે ઉઝ્બેકિસ્તાન પહોંચ્યા છે. 14મી સદીમાં ઉઝ્બેકિસ્તાનથી તૈમૂર આવ્યો હતો અને તેણે અહીં લૂંટફાટની સાથે હત્યાઓ કરી હતી.
નવી દિલ્હીઃ એસસીઓ સમિટમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી ઉઝ્બેકિસ્તાનના શહેર સમરકંદ જઈ રહ્યા છે. આ ખુબ સુંદર શહેર છે અને જૂની મસ્જિદો માટે જાણીતું છે. તાશકંદથી લગભગ 300 કિલોમીટર દૂર સ્થિત શહેર સમરકંદના નામનો અર્થ થાય છે પથ્થરોનો કિલો. હકીકતમાં ઉઝ્બેક ભાષામાં સમરનો અર્થ પથ્થર અને કંદનો અર્થ કિલો થાય છે. ભારતના ઈતિહાસમાં સમરકંદનું મહત્વ એટલા માટે છે કારણ કે અહીંથી આવેલા લુંટારાએ ખુબ આતંક મચાવ્યો હતો અને હિન્દુઓની હત્યા કરી હતી.
ચંગેઝ ખાન અને તૈમૂર લંગે મચાવી હતી ભારતમાં તબાહી
ચંગેઝ ખાન અને તૈમૂર લંગ ઉઝ્બેકિસ્તાનના શાસક હતા. આ બંનેનું નામ ક્રૂર શાસકોમાં ગણવામાં આવે છે તૈમૂરના પૌત્ર ઉઝ્બેકના નામ પર આ દેશનું નામ ઉઝ્બેકિસ્તાન પડ્યું છે. 1398માં તૈમૂર ભારત પહોંચ્યો હતો. તે ભારતમાંથી ધન-સંપત્તિ લૂંટવા ઈચ્છતો હતો અને આ માટે તે ગમે તે હદ સુધી જવા તૈયાર હતો. અફઘાનિસ્તાનના રસ્તે તે ભારત પહોંચ્યો અને દિલ્હીમાં આતંક મચાવ્યો. તે લગભગ ત્રણ મહિના ભારતમાં રહ્યો હતો. આ દરમિયાન ઘણા શહેરોમાં લૂટફાટ કરી અને હિન્દુઓની હત્યા કરી. દિલ્હીમાં ચાર દિવસ સુધી તેણે લૂંટ કરી અને તેના ગયા બાદ કહેવામાં આવે છે કે દિલ્હી ઉજડી ગઈ હતી.
સમરકંદમાં તૈમૂરની કબર
ભારતમાં લૂંટફાટ અને કત્લેઆમ કરનાર તૈમૂરને આપણે ભલે વિલન માનીએ પરંતુ મધ્ય એશિયામાં તેને હીરો અને બહાદુર લડાકા માનવામાં આવે છે. તે એક વિસ્તારવાદી મંગોલ શાસક હતો અને તેણે ઈરાન, ઈરાક, તુર્કી અને સીરિયાના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. કહેવામાં આવે છે કે લૂંટ અને સામ્રાજ્ય વિસ્તાર માટે તેણે 2 કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં તે ચીન પર આક્રમણ કરવા નિકળ્યો પરંતુ તેનું નિધન થઈ ગયું હતું. તેની કબર સમરકંદમાં છે.
આ પણ વાંચોઃ PM મોદીને ઉઝ્બેકિસ્તાનમાં મળશે ખાસમખાસ ભેટ, ભારતીય સમુદાયમાં ઉત્સાહ
મુસલમાનો અને ઈસાઈઓ માટે મહત્વનું છે આ શહેર
સમરકંદ સિલ્ક રૂટ પર આવનાર શહેર છે. ઉઝ્બેકિસ્તાન એક મુસ્લિમ બહુલ દેશ છે. સમરકંદમાં ઘણી જૂની મસ્જિદો છે તેવામાં મધ્ય એશિયાના લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે. કહેવામાં આવે છે કે પયગંબર મોહમ્મદના પિતરાઈ ભાઈ ઇન્બ અબ્બાસની કબર પણ સમરકંદમાં છે. ઈસાઈઓ માટે પણ આ શહેરનું મહત્વ છે કારણ કે બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે સેન્ડ ડેનિયલ પણ પોતાના અંતિમ સમયમાં અહીં પહોંચ્યા હતા. તેથી મુસલમાન, ઈસાઈની સાથે યહૂદી પણ અહીં આવે છે.
મકબરોનું શહેર
સમરકંદને મકબરાનું શહેર કહેવામાં આવે છે, કારણ કે અહીં ઘણા મકબરા છે. કહેવામાં આવે છે કે અહીં આસરે બે હજાર મકબરા છે. પર્યટનના સ્તરથી જાણીતા આ શહેરમાં લોકો મકબરાને જોવા આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube