PoKમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 2ના મોત, 100થી વધુ ઘાયલ
આ વિસ્તારમાં પોલીસે આ લોકોને સરકાર વિરોધી પ્રદર્શન કરવાની મનાઇ કરી હતી. પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ટીયર ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.
મુજફ્ફરાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoKને લઇને પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સેનાને શરમમાં મુકાવવું પડ્યું છે. ભારતની 'તોપ સ્ટ્રાઇક'ને પુરાવા બતાવવા માટે ઇમરાન સરકાર વિદેશી રાજનાયકોને લઇને પીઓકે ગયા હતા, પરંતુ આ દરમિયાન મુજફ્ફરાબાદમાં સ્થનિક લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. આ લોકો પીઓકે પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાનો વિરોધ કરી રહ્યા હતા. આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે પોલીસે ટીયર ગેસ છોડી અને ફાયરિંગ કર્યું જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે તો કેટલાક પત્રકારોને ઇજા પહોંચી છે.
મંગળવારે (22 ઓક્ટોબર)ના રોજ પીઓકેની ઘણી રાજકીય પાર્ટીઓએ ઓલ ઇન્ડીપેંન્ડેટ પાર્ટીસ એલાઉન્સ (AIPA) બેનર હેઠળ અહીં આઝાદીના મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે વર્ષ 1947માં 22 ઓક્ટોબરના દિવસે જ પાકિસ્તાની સેનાએ જમ્મૂ કાશ્મીર પર હુમલો કર્યો હતો. આ દિવસે પીઓકે અને બાલ્ટિસ્તાનના લોકો દ્વારા 'બ્લેક ડે'ના રૂપમાં ઉજવવામાં આવે છે. કારણ કે આ લોકો હંમેશા પાકિસ્તાનને આ વિસ્તારને છોડવાની માંગ કરે છે.
આ વિસ્તારમાં પોલીસે આ લોકોને સરકાર વિરોધી પ્રદર્શન કરવાની મનાઇ કરી હતી. પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ટીયર ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.
PoK ના મુજફ્ફરાબાદના એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે આજે અમે હજારોની સંખ્યામાં અમે એકઠા થઇને સંદેશ પહોંચાડવા માંગતા હતા. તો બીજી તરફ બલોચિસ્તાનની મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે કોઇ અવાજ ઉઠાવવાનો હક પણ નથી. અમારી સાથે જુલમ ગુજારવામાં આવે છે, અમે મરી જઇએ છીએ, અમને ઉઠાવવા માંગીએ છીએ. અમારા અધિકાર અહી છિનવાઇ જાય છે.
ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ 6 ઓગસ્ટના રોજ સંસદમાં કહ્યું હતું કે 'સદનમાં જ્યારે જ્યારે હું જમ્મૂ એન્ડ કાશ્મીર રાજ્ય બોલ્યો છું. ત્યારે ત્યારે PoK અને અક્સાઇ ચિન તેનો ભાગ છે.