નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારો વિરુદ્ધ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પીઓકેના તત્યા પાનીમાં સ્થાનિક લોકોએ પાકિસ્તાનની સેના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને આઝાદીની માગણી કરી છે. વધતા વિરોધ પ્રદર્શનના કારણે રાવલકોટ, હજીરા, તેતરી નોટ જિલ્લાઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ગત રાતે 40 રાષ્ટ્રવાદી પ્રદર્શનકારીઓને પકડીને હજીરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકો પાકિસ્તાનથી આઝાદ થવાની માગણી કરી રહ્યાં છે. હકીકતમાં પાકિસ્તાન ત્યાંની ખનિજ સંપત્તિ સહિત પ્રાકૃતિક સ્ત્રોતોનું દોહન કરી રહ્યું છે પરંતુ વિસ્તારના લોકો બદહાલીમાં જીવવા માટે મજબુર છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ અહીં તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી રાખ્યા છે. આ કારણોસર લાંબા સમયથી પીઓકેમાં પાકિસ્તાનથી આઝાદ થવાની માગણી ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની ધરતી પર ભારત વિરોધી પોસ્ટરોથી આ દેશ કાળઝાળ, પાકિસ્તાનની બરાબર ઝાટકણી કાઢી


આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા  બાદ પીઓકેનો મુદ્દો ફરી એકવાર  ગરમાયો છે. પાકિસ્તાને કહ્યું કે ભારત પીઓકે પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બાજુ  ભારતે પણ પલટવાર કરતા કહ્યું કે કાશ્મીર સહિત પીઓકે પાકિસ્તાનનું હતું જ ક્યાં તે તેના પર પોતાનો હક જતાવી રહ્યું છે?


ઉલ્લેખનીય છે કે કલમ 370 હટાવાયા બાદ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ તાજેતરમાં લદાખ પહોંચ્યા હતાં. રાજનાથ સિંહે  ત્યાં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે જવાનો પણ હાજર રહ્યાં હતાં. રાજનાથ સિંહે આ દરમિયાન ખેડૂતો, જવાનો, અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સરાહનીય કા કરનારાઓને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે હું પાકિસ્તાનને પૂછવા માંગુ છું કે કાશ્મીર પાકિસ્તાનનું હતું જ ક્યારે તો તેના માટે રડ્યા કરે છે. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ. આ મામલે પાકિસ્તાનની કોઈ જગ્યા નથી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...