મુંબઈઃ અમેરિકામાં રહીને અભ્યાસ કરનારા આશરે 1.86 લાખ વિદ્યાર્થીઓ પર ત્યાંની નવી નીતિ ખતરો બની ગઈ છે. હકીકતમાં 9 ઓગસ્ટથી લાગૂ થનારી નીતિ મુજબ 'સ્ટૂડન્ટ સ્ટેટસ'નો ભંગ કરવાના આગામી દિવસે જ વિદ્યાર્થી અને સાથે ગયેલા વ્યક્તિને અમેરિકામાં ગેરકાયદેસર માનવામાં આવશે, ભલે તેના રહેવાના સમયગાળા પૂરો ન થયો હોય. નવી નીતિ પ્રમાણે જો ભંગના 180 દિવસ બાદ વિદ્યાર્થી અમેરિકા છોડે છે તો 3 થી 10 વર્ષ સુધી વાપસી પ્રતિબંધિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા નિયમ હતો કે ગેરકાયદે હાજરી ત્યારે ગણાવાય છે જ્યારે ભંગની જાણ થાય છે કે ઇમીગ્રેશન જજ આ વિશે આદેશ આપે. ગેરકાયદેસર હાજરી મંજૂરીથી વધુ સમય સુધી રોકાવા પર નહીં પરંતુ અન્ય કારણોને લીધે પણ હોય શકે છે. જેમ કે કોઇ વિદ્યાર્થીએ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ માટે એક સપ્તાહની અંદર અનિવાર્ય નક્કી સમય સીમામાં પૂરો ન કર્યો તો તેને ગેરકાયદેસર માની શકાય છે. ગેરકાયદેસર નોકરી કે વધુ રહેવા પર પણ આ થઈ શકે છે. 


સ્ટેટસ જવા પર આપી શકશો નિમણૂંક માટે આવેદન
આ નીતિ મુજબ કોઇનું સ્ટૂડન્ટ સ્ટેટ્સ ચાલ્યું જાય છે તો તે પાંચ મહિનાની અંદર ભરતી માટે અરજી કરી શકે છે. આમ કરવા પર ગેરકાયદેસર હાજરીના દિવસોની ગણતરી રોકાઇ જશે. જો અરજી રદ્દ કરવામાં આવે તો રદ્દ થયાના બીજા દિવસથી તે ફરી શરૂ થઈ જશે. ન્યૂયોર્કમાં ઇમિગ્રેશન એટર્ની અને એક લો ફર્મમાં મેનેજિંગ પાર્ટનર સાઇરસ ડી મહેતાએ જણાવ્યું કે, કોઇ વિદ્યાર્થીએ અજાણતા પોતાનું સ્ટેટસ ગુમાવી દીધું છે અને તેને ઘણા વર્ષ બાદ આ વિશે જાણ થાય છે તો ભંગના દિવસથી જેની હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે અને તેને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 


ઇમિગ્રેશન.કોમના મેનેજિંગ એટર્ની રાજીવ ખન્ના જણાવે છે કે કોઇપણ સંસ્થાની ભૂલથી ખોટી ડેટા એન્ટ્રી થઈ ગઈ કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવા જતા વિદ્યાર્થીનું કામ ડિગ્રી સાથે મેળ ન ખાય તો તેને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવશે.