Vatican City: પોપ ફ્રાન્સિસ સર્જરી માટે રોમની હોસ્પિટલમાં દાખલ, વેટિકન સિટીએ આપી જાણકારી
પોપ ફ્રાન્સિસે રવિવારે પરંપરા પ્રમાણે સેન્ટ પીટર્સ સ્ક્વાયર પર જનતાનું અભિવાદન કર્યુ અને તેમને કહ્યુ કે, તે સપ્ટેમ્બરમાં હંગરી અને સ્લોવાકિયા જશે.
વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસને મોટા આંતરડામાં સમસ્યાના કારણે સર્જરી માટે રોમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી વેટિકન સિટી તરફથી આપવામાં આવી છે. રવિવારે બપોરે સંક્ષિપ્ત નિવેદનમાં તેની જાણકારી આપવામાં આવી છે. પરંતુ તે જણાવવામાં આવ્યું નથી કે સર્જરી ક્યારે થશે. પરંતુ કહેવામાં આવ્યું છે કે સર્જરી બાદ તેની જાણકારી આપવામાં આવશે.
તેના ત્રણ કલાક પહેલા ફ્રાન્સિસે રવિવારની પરંપરા પ્રમાણે સેન્ટ પીટર્સ સ્ક્વાયર પર જનતાનું અભિવાદન કર્યુ અને કહ્યુ કે, તે સપ્ટેમ્બરમાં હંગરી અને સ્લોવાકિયા જશે. એક સપ્તાહ પહેલા 84 વર્ષના ફ્રાન્સિસે રોમની જેમિલી પોલિક્લીનિકમાં સર્જરીનો સંકેત આપતા પરંપરા પ્રમાણે લોકોને પોપ માટે વિશેષ પ્રાર્થના કરવાનું કહ્યું હતું.
આ પણ વાંચોઃ ધૂળ ખાતી પેઈન્ટિંગના મળ્યા લાખો રૂપિયા! આવું થવા પાછળ છે ખાસ કારણ
પોપ ફ્રાન્સિસની પ્રેસ ઓફિસે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આજે બપોરે પોપ ફ્રાન્સિસ રોમની જેમિલી હોસ્પિટલમાં પહેલાથી નક્કી સર્જરી માટે દાખલ થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોપની આ સર્જરી પ્રોફેસર સર્જિયો અલફિયરી કરશે. સર્જરી બાદ તેમના સ્વાસ્થ્યની જાણકારી આપવા માટે એક મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 2013માં પોતાની પસંદગી બાદથી પોપ ફ્રાન્સિસ પ્રથમવાર હોસ્પિટલમાં દાખલ થયા છે. નોંધનીય છે કે જવાનીના દિવસોમાં એક બીમારીને કારણે પોપ ફ્રાન્સિસના એક ફેફસાના કેટલાક ભાગને હટાવી દેવામાં આવ્યો હતો, જેને કારણે તેમને ક્યારેક-ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube