અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા
સામાન્ય રીતે તમે બટાકા 10થી 20 રૂપિયે કિલો ખરીદતા હશો. જ્યારે દૂધ માટે 45-50 રૂપિયા પ્રતિ લીટર આપતા હશો. પરંતુ એક જગ્યાએ એવી પણ છે જ્યાં બટાકા 17000 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. દૂધ 5000 રૂપિયે લીટર વેચાય છે. આ જાણીને આંચકો લાગે પરંતુ સાચી વાત છે. આ દેશ છે વેનેઝુએલા. વાત જાણે એમ છે કે વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે ખાવાનું ખાવાના પણ પૈસા નથી. ભૂખમરો એ હદે વકર્યો છે કે લોકો એક કિલો ચોખા માટે હત્યા કરી રહ્યાં છે.
નવી દિલ્હી: સામાન્ય રીતે તમે બટાકા 10થી 20 રૂપિયે કિલો ખરીદતા હશો. જ્યારે દૂધ માટે 45-50 રૂપિયા પ્રતિ લીટર આપતા હશો. પરંતુ એક જગ્યાએ એવી પણ છે જ્યાં બટાકા 17000 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. દૂધ 5000 રૂપિયે લીટર વેચાય છે. આ જાણીને આંચકો લાગે પરંતુ સાચી વાત છે. આ દેશ છે વેનેઝુએલા. વાત જાણે એમ છે કે વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે ખાવાનું ખાવાના પણ પૈસા નથી. ભૂખમરો એ હદે વકર્યો છે કે લોકો એક કિલો ચોખા માટે હત્યા કરી રહ્યાં છે.
દુનિયા પાસે નથી માંગતા મદદ
આટલી ખરાબ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આંતરરાષ્ટ્રીય મદદ માટે લેવા તૈયાર નથી. માદુરોનું કહેવું છે કે તેમનો દેશ ભિખારી નથી. અહીંના લોકોમાં ખુબ આક્રોશ છે. દેશમાં આર્થિક સંકટના કારણે હાલાત એટલી ખરાબ છે કે લોકો દેશ છોડવા માટે મજબુર થઈ રહ્યાં છે.
કિંમતો સાંભળીને દંગ રહી જવાય
આર્થિક સંકટના કારણે વેનેઝુએલામાં એક કિલો ચિકનનો ભાવ 10277 રૂપિયા છે. જ્યારે કોઈ રેસ્ટોરામાં ભોજન કરવા માટે લોકોએ 30થી 40000 રૂપિયા ખર્ચવા પડે છે. આ જ રીતે એક ડઝન ઈંડા 6535 રૂપિયા, ટામેટા 11000 રૂપિયા, માખણ 16,000 રૂપિયા, બટાકા 17000 રૂપિયા, રેડ ટેબલ વાઈન 95000 રૂપિયા, ઘરેલુ બિયર 12,000 રૂપિયા અને કોકાકોલાની બે લીટરની બોટલ 6000 રૂપિયામાં વેચાઈ રહી છે.
વેનેઝુએલાનું આર્થિક સંકટ વધી રહ્યું છે. મની ભાસ્કરના અહેવાલ મુજબ માદુરો ઉપરાંત વિપક્ષી નેતા જુઆન ગુએદોએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરી નાખ્યા છે. જુઆન ગુએદો ચીન સહિત તે દેશોની મુસાફરી કરી રહ્યાં છે જે માદુરોને સમર્થન આપે છે. જ્યારે અનેક પશ્ચિમી દેશોએ ગુએદોને સમર્થન આપવાની વાત કરી છે. માદુરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો અવાજ સાંભળવામાં આવશે અને વેનેઝુએલાના લોકોને મદદ મળી શકશે. માદુરો દેશમાં સામાન્ય ચૂંટણીની ચેતવણીને સ્વીકારવાની ના પાડી ચૂક્યા છે.