નવી દિલ્હીઃ આપણા જીવનમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ વધતો જાઈ છે. પછી તે મોબાઇલ હોય કે પાવર બેન્ક. આ આપણા રોજિંદા જીવનમાં સામેલ થઈ ગયા છે. પરંતુ ક્યારેક આ વસ્તુ આપણા માટે ખતરનાત સાબિત થઈ શકે છે. ચીનના ગ્વાંજોઉથી એક વીડિયો સામે આવ્યો છે, તેમાં બસમાં બેઠેલા એક વ્યક્તિની બેગમાં રાખેલી પાવર બેન્કમાં બ્લાસ્ટ થયો. ધડાકો કોઈ નાના બોમ્બ સમાન હતો. આ દુર્ઘટનામાં કોઇને ઈજા પહોંચી નછી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો ચીનના ગ્વાંજોઉ શહેરનો છે. ત્યાં  બસમાં થયેલા આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. બસમાં બેઠેલો એક વ્યક્તિ જ્યાપે તેની સાથે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીતમાં વ્યસ્ત હતો, ત્યારે તેની લેપટોલ બેગમાં રાખેલી પાવર બેન્કમાં વિસ્ફોટ થયો. ધડાકો એટલો જોરદાર હતો કે બધા ચોંકી ગયા. તે વ્યક્તિએ તરત જ બેગ ફેંકી દીધું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. 



ધડાકો અને આગને જોઈને બસમાં બેઠેલા બીજા પેસેન્જર ચોંકી ગયા. બસમાં આગ લાગતા ધુમાડો થયો. બસમાં બેઠેલ તે વ્યક્તિએ માંડ તે બેગને પોતાની દૂર કર્યું. 


આ બેગને બીજા વ્યક્તિએ બહાર ફેંકી દીધું. સ્થાનિક લોકો અનુસાર, બેગ બહાર ફેંક્યા બાદ પણ તેમાં આગ લાગતી રહી. ચીનની આ ઘટના 30 મેની છે તેવું જાણવા મળ્યું છે.