Earthquake: હવે અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ, ચીનમાં પણ જોવા મળી અસર
Earthquake: તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.8 ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના 67 કિલોમીટર પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં ગુરુવારે સવારે જમીન ધ્રુજી ઉઠી.
Earthquake: તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.8 ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના 67 કિલોમીટર પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં ગુરુવારે સવારે જમીન ધ્રુજી ઉઠી. આ ભૂકંપનું કેન્દ્ર 20 કિલોમીટર ઊંડે હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તાર બહુ વસ્તીવાળો નથી.
અફઘાનિસ્તાનમાં ભૂકંપ સવારે 6.07 મિનિટ પર અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર ફેઝાબાદથી 265 કિલોમીટર દૂર છે. USGS ના જણાવ્યાં મુજબ તાઝિકિસ્તાનમાં સવારે 6.07 વાગે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ચીન સાથે જોડાયેલા સરહદ પાસે ભૂકંપની અસર જોવા મળી. બીજી બાજુ ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરે કહ્યું કે ભૂકંપની તીવ્રતા 7.2ની હતી અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. જો કે વિવિધ ભૂકંપ એજન્સીઓ દ્વારા શરૂઆતના ભૂકંપના માપ અલગ અલગ હોઈ શકે છે. ભૂકંપ અંગે હજુ વધુ જાણકારી મળી શકી નથી. જો કે ભૂકંપ ખુબ શક્તિશાળી છે. એવી આશંકા છે કે તેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે.
મુસલમાનોએ પહેલીવાર આ મુદ્દે PM મોદીની ખુબ પ્રશંસા કરી, જાણો શું કહ્યું?
દુનિયામાં માત્ર 43 લોકોના શરીરમાં છે 'ગોલ્ડન બ્લડ', જાણો શું છે આ લોહીની ખાસિયત
વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube