ફ્રાન્સના જાણીતા ભવિષ્યવક્તા નાસ્ત્રેદેમસ વિશે તો તમે ઘણું સાભળ્યું હશે જેમની સેંકડો વર્ષ પહેલા કરાયેલી ભવિષ્યવાણીઓ આજના સમયમાં પણ ખુબ ચર્ચામાં રહે છે. તેમની અનેક ભવિષ્યવાણીઓ તો સાચી પણ સાબિત થઈ ચૂકી છે. આ જ કારણ છે કે  લોકો તેમની ભવિષ્યવાણીઓને ખુબ ગંભીરતાથી લે છે. પરંતુ શું તમે જાણો છો કે આજના સમયમાં પણ એક એવો વ્યક્તિ છે જેની ભવિષ્યવાણીઓ મહદ અંશે સાચી સાબિત થાય છે. જેના કારણે લોકો તેને 'જીવિત નાસ્ત્રેદેમસ' પણ કહે છે. હવે આ વ્યક્તિએ એવી ભવિષ્યવાણી કરી છે કે ધરતીની તબાહીનો સમય આવી ગય છે. જેની શરૂઆત આવતા મહિનાથી થવાની છે. હવે આ ભવિષ્યવાણીથી લોકોના હોશ ઉડી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વ્યક્તિનું નામ એથોસ શલોમી  (Athos Salomé) છે. એથોસ 37 વર્ષના છે અને બ્રાઝીલના છે. તેમણે પહેલા પણ અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાથી મોટાભાગની સાચી પડી છે. એથોસે બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથના મોત વિશે ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ. આ ઉપરાંત તેમણે એલન મસ્ક વિશે પણ એક ભવિષ્યવાણી કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ ટ્વિટરની સાથે છેડછાડ કરી શકે છે અને તેનું નામ પણ બદલી શકે છે. હવે તમને પણ ખબર છે કે ટ્વિટરનું નામ X રાખવામાં આવ્યું છે અને આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અનેક પ્રકારના ફેરફાર પણ થયા છે. 


આ દેશોમાં આવશે કુદરતી આફતો
ધ સનના એક રિપોર્ટ મુજબ હવે એથોસે ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષના અંતથી દુનિયાની તબાહીની શરૂઆત થઈ જશે. કુદરતી આફતો જેમ કે ભયાનક ભૂકંપ અને ભયંકર પૂર દુનિયાને તબાહ કરીને મૂકી દેશે. આ ઉપરાંત એથોસે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે અનેક જગ્યાએ જ્વાળામુખી પણ ફાટી શકે છે. જેમાં ઈન્ડોનેશિયા અને જાવા મુખ્ય રીતે સામેલ છે. આ સાથે જ એથોસનું એવું પણ કહેવું છે કે અમેરિકા, કેનેડા અને કોલંબિયા જેવા દેશોમાં પણ અનેક ભયાનક આફતો આવશે. જો કે તેમણે લોકોને સંભાળીને રહેવાની પણ સલાહ આપી છે અને કહ્યું છે કે જો માણસ અત્યારથી જ સંભાળી લે તો આવનારી આફતોની અસરને ઓછી કરી શકાય છે. 


આ ભવિષ્યવાણીઓ સાચી પડી
એથોસે કોરોના વાયરસના અસ્તિત્વ અને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ વિશે પહેલેથી ભવિષ્યવાણી કરી હતી અને તમને ખબર જ હશે કે કોરોનાએ દુનિયાને કેટલી પરેશાન કરી નાખી હતી. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલુ છે. હવે આવામાં દુનિયાની તબાહી અંગે એથોસે કરેલી ભવિષ્યવાણીએ લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube