વેલિંગટન : ન્યૂઝીલેન્ડના મંત્રી જૂલિ એને જેંટર પોતાનાં જ પહેલા બાળકને જન્મ આપવા માટે સાઇકલ ચલાવતા હોસ્પિટલ પહોંચી હતી. ગ્રીન પાર્ટીના સાંસદ જેંટર સાયકલીસ્ટ પણ છે. પોતાના પ્રસવ માટે તેઓ પોતાના ઘરથી એક કિલોમીટર દુર આવેલી હોસ્પિટલ સાયકલ ચલાવીને ગયા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે, મે અને મારા જીવનસાથીએ સાયકલ દ્વારા જવાનો નિર્ણય લીધો કારણ કે કારમાં સહયોગીઓ માટે પુરતી જગ્યા નહોતી. જો કે સાયકલિંગના કારણે મારો મુડ પણ ઘણો સારો થઇ ગયો. તેમને 42 અઠવાડીયાનો ગર્ભ છે. તેમની પાર્ટીના  સહયોગીએ જણાવ્યું કે, હજી સુધી તેમણે બાળકને જન્મ નથી આપ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડના ડાપ્રધાન જૈસિંડા અર્ડને પણ વડાપ્રધાન પદના પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે. તેઓ વિશ્વનાં બીજા એવા રાષ્ટ્રાધ્યક્ષ છે જેમણે પોતાનાં પદ પર રહેવા દરમિયાન જ બાળકને જન્મ આપ્યો હોય. જૈસિંડાએ 6 અઠવાડીયાને પેરેંટલ લિવ પણ લીધી હતી. નવજાતના જન્મ બાદ તેઓ ફરીથી પોતાના પદ પર પરત ફર્યા અને નિયમિત પદભાર સંભાળી લીધો હતો. હવે ન્યૂઝીલેન્ડના મંત્રીએ નવો દાખલો બેસાડતા સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચીને બાળકને જન્મ આપ્યો હતો. 

મહિલા વિકાસ મંત્રી જુલી એન્ટરે હોસ્પિટલ બહાર સાયકલ સાથેની પોતાની તસ્વીર પણ પોસ્ટ કરી છે. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન ઉપરાંત તેઓ કેબિનેટના બીજા સભ્ય છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જ બાળકને જન્મ આપ્યો હોય. 38 વર્ષીય જેંટરે 10 ઓગષ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેઓ 40 અઠવાડીથી ગર્ભવતી છે. પોતાનાં આવનારા બાળક મુદ્દે ખુબ જ ઉત્સાહીત છે. બાળકના જન્મ બાદ તેઓ ત્રણ મહીના માટે પેરેન્ટ લીવ પણ લેવાનાં હતા.