નવી દિલ્હી: ગત જાન્યુઆરીમાં નવા વર્ષના ખૂનખરાબામાં પોતાના  31 વર્ષીય બોયફ્રેન્ડ પોલ ફ્લેચરની હત્યાની દોષી ગણાવ્યા બાદ 24 વર્ષીય હેન્ના સિન્દ્રેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉજવણી કરતાં બોયફ્રેન્ડને માર્યું ચાકૂ
Mirror ના સમાચાર મુજબ, એક ગર્ભવતી મહિલાએ ગત વર્ષે નવા વર્ષની ઉજવણી કરતી વખતે તેના બોયફ્રેન્ડની ચાકુ મારીને હત્યા કરી હતી. આ હત્યા પણ 6 નાના બાળકોની સામે થઈ હતી.


હત્યાના ગુનામાં આજીવન કેદ
24 વર્ષીય હેન્ના સિન્દ્રેને ગયા વર્ષે નવા વર્ષના દિવસે 31 વર્ષીય પોલ ફ્લેચરની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એસેક્સ લાઈવના અહેવાલ મુજબ, હેન્નાએ રસોડામાંથી છરી ઉપાડી અને સીધું તેના બોયફ્રેન્ડના હૃદયમાં ઉતારી દીધું. આ હત્યા માટે તેને ઓછામાં ઓછા સાડા 14 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.

Selfie વેચીને 22 વર્ષની ઉંમરમાં બની ગયો કરોડપતિ, આ રીતે કરે છે કમાણી


મિત્ર પર નાખવા માંગતી હતી હત્યાનો આરોપ
જોકે મહિલાએ શરૂઆતમાં તેની મિત્ર કેલી બ્લેકવેલને હત્યા માટે દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 26 વર્ષીય કેલી કોર્ટમાં દોષી સાબિત થઈ ન હતી. ક્રાઉન કોર્ટમાં ગુરૂવારે દોષિત જાહેર થયા બાદ તેને બેસિલ્ડન જેલમાં ધકેલવામાં આવી ત્યારે તે મોટેથી બૂમો પાડી રહી હતી કે તેને હવે આ હત્યાનો પસ્તાવો છે.


લોહીથી લથપથ હાથ સાથે બાલ્કનીમાં જોવા મળી હતી મહિલા
જોકે, હન્નાના ફ્લેટ પર નવા વર્ષની ઉજવણી થઇ રહી હતી જ્યાં તેની મિત્ર કેલી બ્લેકવેલ પણ હતી. મહિલાનો એક બોયફ્રેન્ડ પણ હતો. ત્યારે મહિલાને બોયફ્રેન્ડની છેતરપિંડી વિશે જાણ થઈ, ત્યારે તે કાબૂ ગુમાવી બેઠી અને રસોડામાંથી ચાકુ ઉપાડીને સીધું બોયફ્રેન્ડના હૃદયમાં ઉતારી દીધું. તે સમયે રાત્રીના 1 વાગ્યા હતા. લોકોએ જોયું કે તેના હાથ લોહીથી રંગાયા બાદ તે બાલ્કનીમાં ઉભી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube