ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે મુલાકાત અંગે વ્હાઈટ હાઉસે કર્યો મોટો ખુલાસો
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થશે. ટ્રમ્પ અને કિમ વચ્ચે આ બીજી મુલાકાત હશે. નોર્થ કોરિયા ડિપ્લોમેટ કિમ જયોંગ ચોલ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થયા બાદ વ્હાઈટ હાઉસે બંને દેસો વચ્ચે આગામી બેઠકનો ખુલાસો કર્યો છે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થશે. ટ્રમ્પ અને કિમ વચ્ચે આ બીજી મુલાકાત હશે. નોર્થ કોરિયા ડિપ્લોમેટ કિમ જયોંગ ચોલ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થયા બાદ વ્હાઈટ હાઉસે બંને દેસો વચ્ચે આગામી બેઠકનો ખુલાસો કર્યો છે.
અમેરિકાના પ્રવાસે છે નોર્થ કોરિયાના જનરલ
નોર્થ કોરિયાના જનરલ શુક્રવારે ખુબ જ ખાસ પ્રવાસ દરમિયાન વોશિંગ્ટનમાં છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. જનરલ એવા સમયે અમેરિકા પહોંચ્યા છે જ્યારે બંને દેશો પરમાણુ નિરસ્ત્રીકરણ અને વર્ષોથી ચાલી રહેલી દુશ્મનાવટને ખતમ કરવા માટે નવા સંમેલનની તૈયારીઓ કરી રહ્યાં છે.
ચીન: મહિલાઓ ચિક્કાર ટ્રાફિકમાં કરી રહી છે એવું કામ, VIDEO વાઈરલ થતા થયો વિવાદ
બે મહિના પહેલા રદ થઈ હતી બેઠક
ઉત્તર કોરિયાના વાર્તાકાર યોંગે બે મહિના પહેલા ન્યૂયોર્કમાં અમેરિકી વિદેશી મંત્રી માઈક પોમ્પિઓની સાથે પ્રસ્તાવિત વાતચીત રદ કરી હતી. આથી આ વખતે સાવધાની રાખતા પ્રશાસને કોઈને પણ પહેલેથી જાણકારી આપી નહીં. પરંતુ એક અમેરિકી સૂત્રએ જણાવ્યું કે પોમ્પિઓ શુક્રવારે વોશિંગ્ટનમાં ભોજન પર કિમનું સ્વાગત કરશે અને ત્યારબાદ બંને વ્હાઈટ હાઉસ જવા માટે રવાના થશે.
ટ્રમ્પે અનેકવાર દોહરાવી મુલાકાતની વાત
ગત વર્ષ જૂનમાં સિંગાપુરમાં થયેલા ઐતિહાસિક શિખર સંમેલન બાદથી ટ્રમ્પ અનેકવાર કિમ જોંગ સાથે ફરીથી મુલાકાત કરવાનું કહી ચૂક્યા છે. ટ્રમ્પ વારંવાર પોતાની કૂટનીતિની પ્રશંસા કરતા રહ્યાં છે. હાલમાં જ આ અંગે અપાયેલા તેમના નિવેદનથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ બીજી શિખરવાર્તા અંગે બહુ જલદી કોઈ જાહેરાત કરી શકે છે. રાજકીય વિશેષજ્ઞો આ વાર્તા માટે વિયેતનામ કે થાઈલેન્ડને સંભવિત સ્થાન ગણાવી રહ્યાં છે.