નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) અમેરિકાના (US) હ્યુસ્ટનમાં (Houston) યોજાનારા કાર્યક્રમ હાઉ ડી મોદીમાં 'Howdy Modi' ભાગ લેવા મુદ્દે આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મને આમંત્રીત કર્યો છે, હું જરૂર જઇશ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની રેલીમાં ઘણા બધા લોકો આવવાનાં છે. વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધ ખુબ જ સારા છે.  'Howdy Modi' માં કંઇક મોટી જાહેરાત થવાની છે. 
જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરે જ અમેરિકી રાષ્ટ્રપતિ સચિવ કાર્યાલય, વ્હાઇટ હાઉસે (White House) ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીની પૃષ્ટી કરી હતી. રાષ્ટ્રપતિ સચિવ કાર્યાલય વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે મહત્વપુર્ણ ભાગીદારીને રેખાંકીત કરવા માટે 22 સપ્ટેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન, ટેક્સાસન, વાપાકોનીટા, ઓહિયો જશે. હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. 


નાસિક રેલી: PM મોદીએ કહ્યું, રામ મંદિર અંગે કેટલાક વાણીશુરાઓ બકવાસ કરી રહ્યા છે
અયોધ્યા કેસ : વકીલને શ્રાપ આપનારને CJI  પુછ્યું, તમે 88 વર્ષના છો, તમે આવું કેમ કર્યું?
વ્હાઇટ હાઉસે કહ્યું કે, હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્રમ મોદીના કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમ હાઉડી મોદીમાં હજારો લોકો ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં એક મેગા શો હાઉડી મોદીને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયનાં હજારો લોકો હજાર રહેવાની અપીલ પણ કરી છે.