નવી દિલ્હી: દરેક દેશની એક ચાહત હોય છે કે તેનો દેશ સૌથી આગળ રહે. દેશની સરકાર આ માટે તમામ ગતકડા પણ અપનાવતી હોય છે. નવી નવી યોજનાઓ લાગુ કરે છે અને દેશ પ્રત્યે વફાદારીપૂર્વક કામ કરે છે. આ જ કડીમાં ઈજિપ્તની સરકારે પોતાની દેશની હાલત સુધારવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. ઈજિપ્ત દુનિયાભરમાં પોતાની પ્રાચિન સભ્યતા અને પિરામિડ માટે મશહૂર છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિએ એક અજીબ ફરમાન જારી કર્યું છે. ફરમાનમાં કહેવાયું છે કે ઈજિપ્તની રાજધાની કાહિરાની તમામ બિલ્ડિંગને નિર્ધારીત કલર સ્કિમ પ્રમાણે રંગ કરેલો હોવો જોઈએ. નદીના કિનારાના વિસ્તારોની ઈમારતોને નીલો (વાદળી જેવો) રંગથી રંગવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્પતિએ આ માટે કાયદેસર રીતે દેશવાસીઓને સમય આપ્યો છે અને કહ્યું છે કે તેઓ માર્ચ મહિનામા સુધીમાં પોતાની બિલ્ડિંગોમાં નિયમ મુજબ કલર કરાવી લે. ફરમાનમાં એવું કહેવાયું છે કે તેઓ  કામ નહીં કરે તો તે માટે જવાબદારી કર્મચારીઓ અને મકાન માલિકોને સજા અપાશે. આ ફરમાનની ખાસ વાત એ છે કે બધા મકાન માલિકો અને કર્મચારીઓએ પોતાના ખર્ચે આ કામ કરવું પડશે. 


OMG...આ તે કેવા લગ્ન? યુવતીના ભાવિ પતિ વિશે જાણી ચક્કર ખાઈ જશો  


બધા લોકો કામકાજ છોડીને ઘરો અને ઈમારતોને રંગવામાં લાગ્યા છે
આ કામ માટે સરકાર કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપશે નહીં. રાષ્ટ્રપતિના આ આદેશ બાદ કાહિરાના લોકોમાં હડકંપ મચ્યો છે. બધા પોત પોતાના કામ છોડીને ઘરો અને મકાનોને રંગવામાં લાગ્યા છે. આ ફરમાન અંગે જ્યારે રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે કાહિરામાં એક કલરની ઈમારતો હોવાથી શહેરમાં એકરૂપતા આવશે. 


આ શહેરની બનાવટ એક જેવી લાગશે અને એક અલગ ઓળખ બનશે. અત્યારે તો આ ઈમારતો ખુબ વિચિત્ર લાગે છે. 


રાષ્ટ્રપતિના આ ફરમાનનું પીએમ મોસ્તફા મેડબોલીએ પણ કેબિનેટમાં સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે બધી ઈમારતોનો નિયમાનુસાર રંગ હોવો જોઈએ. જો માર્ચ સુધીમાં આમ ન થયું તો ઈમારતોના માલિકોને જરૂર સજા કરાશે. 


અત્રે જણાવવાનું કે કાહિરા શહેર નીલ નદી કિનારે વસેલુ છે. આ અગાઉ પણ દેશમાં અનેક પ્રકારના ફરમાન જારી થયેલા છે. જેનાથી ઈજિપ્ત સરકારની ઘણી બદનામી પણ  થયેલી છે. સરકારે જરૂરી વસ્તુઓમાં સબસિડી પર કપાત મૂકતા અને મૌન વિરોધ જતાવનારા હજારો લોકોની ધરપકડ બાદ લોકો ગુસ્સામાં છે. ગરીબોને શહેરોમાંથી બહાર મોકલી દેવાના સરકારના નિર્ણયની પણ આકરી ટીકા થયેલી છે. 


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...