રેડ લાઇન પાર ન કરો... તાઇવાન પર શી જિનપિંગ બોલ્યા તો બાઇડેને આપ્યો કડક જવાબ
જી-20 સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને જો બાઇડેન વચ્ચે ઘણા મુદ્દાને લઈને ચર્ચા થઈ. તાઇવાનને લઈને બંને દેશોએ કડક વાતો કહી છે.
બાલીઃ જી-20 સંમેલન માટે બાલી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રણ કલાક સુધી ચર્ચા કરી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓની વાતચીત બાદ ચીન અને અમેરિકાના સંબંધમાં પરિવર્તન જોવા મળશે. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને તરફથી તાઇવાનને લઈને કડક ટિપ્પણી કરવામાં આવી છે. જો બાઇડેને જિનપિંગને કહ્યુ કે તાઇવાન પર હુમલાની કાર્યવાહીથી શાંતિ ભંગ થઈ છે. તો જિનપિંગે કહ્યું કે અમેરિકા તાઇવાનના મામલા પર રેડ લાઇન પાર ન કરે. બંને દેશોની પાસે વિકાસ કરવા અને સ્પર્ધા કરવાની મોટી સ્પેસ છે.
ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું- વર્તમાન સ્થિતિને જોતા ચીન અને અમેરિકા બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ આપસી હિતોને લઈને ચર્ચા કરી. રિપોર્ટ પ્રમાણે શીએ કહ્યું, બેઇજિંગ અમેરિકાને કોઈ પડકાર આપવા ઈચ્છતું નથી. ન તો આંતરરાષ્ટ્રીય મુદ્દા પર કોઈ ફેરફાર ઈચ્છે છે. બંને તરફથી એકબીજાનું સન્માન જરૂરી છે. શીએ બાઇડેનને કહ્યું- તાઇવાનનો મુદ્દો ચીન માટે ખુબ મહત્વનો છે. આ ચીન અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં વિઘ્ન બન્યો છે. સારા સંબંધ રાખવા માટે મામલામાં રેડ લાઇન ક્રોસ કરવામાં આવે નહીં. ચીની વિદેશ મંત્રાલય પ્રમાણે શી જિનપિંગે કહ્યુ કે તાઇવાનનો મામલો માત્ર ચીન સુધી મર્યાદિત છે.
Video: G-20 સંમેલન જ્યાં યોજાયું છે, ત્યાંની આ મૂર્તિઓ કહી રહી છે 'રામગાથા'
તો બાઇડેને ચીની રાષ્ટ્રપતિને કહ્યું કે બંને દેશોએ મળીને જળવાયુ પરિવર્તન, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા, આર્થિક સ્થિરતા પર કામ કરવું જોઈએ. બાઇડેને તિબેટ અને હોંગકોંગમાં માનવાધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બાઇડેને કહ્યુ કે તાઇવાન પર ચીન યથાસ્થિતિ બનાવી રાખે અને કોઈ પ્રકારનો એકતરફી ફેરફાર કરવાનો પ્રયાસ કરે નહીં. તેમણે ચીનમાં બંદી બનાવવામાં આવેલા અમેરિકી નાગરિકોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube