સોલ્ટ લેક સિટી : અમેરિકામાં એક ભૂતપૂર્વ નેવી ઓફિસરની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજા નેતાઓને લેટરમાં જૈવિક ઝેર મોકલવાના આરોપમાં ધરપકડ આપવામાં આવી છે. આ ચિઠ્ઠીમાં કાસ્ટરના બીજ હતા જેમાંથી રાઇસીન ઝેર નીકળે છે. એફબીઆઇના તપાસ અધિકારીઓએ ઉટાહની એક કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજોમાં માહિતી આપી છે કે આરોપી વિલિયમ ક્લાઇડ એલેન તૃતીય (39)એ ‘ખાસ સંદેશ’ પહોંચાડવા માટે આ ચિઠ્ઠી મોકલી હતી. લેટર પરના સરનામાના આધારે પોલીસે એલેન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં દાખલ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ ચિઠ્ઠીમાં રાઇસીન ઝેર હોવાની પુષ્ટિ થઈ છે. ઉટાગ એટર્ની જોન હ્યુબરે એલેનની માનસિક સ્થિતિ પર કમેન્ટ કરવાની ના પાડી દીધી છે પણ હ્યુબરનું માનવું છે કે આ મામલો ખરેખર બહુ ગંભીર છે. જો જૈવિક ઝેર દેવાના આરોપમાંમ એલેન દોષી સાબિત થાય થો અમેરિકાના કાયદા હેઠળ એને ઉંમરકેદ થઈ શકે છે. આરોપી એલેન પર 'ચિઠ્ઠી'માં ઝેર નાખીને ધમકી આપવાના ચાર આરોપ છે જેમાં એને 10 વર્ષની સજા થઈ શકે છે. 


એલેને તપાસ અધિકારીઓને માહિતી આપી છે કે તેણે મહારાણી એલિઝાબેથ દ્વિતીય, રશિયન રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન અને વાયુસેનાના સચિવને પણ આ રીતે જ લેટર મોકલ્યા હતા. આ મામલો ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જાય એવી અપેક્ષા છે અને એલેન 18 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન આ આરોપનો સામનો કરી શકાય છે. એલેનની બુધવારે સોલ્ટ લેક સિટીના નાના શહેર લોગાન ખાતે આવેલા તેના ઘરમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી.


વિદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...