નવી દિલ્હી: ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ શી જિનપિંગે વુહાનમાં પ્રોટોકોલ તોડીને પરંપરાગત ઢબે સ્વાગત કર્યું. સ્વાગત સમારોહ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે ઔપચારિક વાર્તા કરી અને શિખર સંમેલનમાં ભાગ લીધો. શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીની પરંપરાઓથી અવગત કરાવ્યાં. પહેલા તેમણે ઢોલ અને ઘંટીઓ બતાવી અને ત્યારબાદ ચીની કલાકારો દ્વારા એક ખાસ પ્રસ્તુતિ રજુ કરાઈ. આ ખાસ પ્રસ્તુતિમનાં ચીની કલાકારોએ વાજિંત્રો પર 1982નું બોલિવૂડનું મશહૂર ગીત તૂ તૂ હૈ વહી દિલને જીસે અપના કહા... વગાડ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી હસી પડ્યાં
ચીની કલાકારોની પ્રસ્તુતિ બાદ પીએમ મોદીના ચહેરા પર એક અનેક પ્રકારની ખુશી જોવા મળી હતી. ન્યૂઝ એજન્સી ANIએ જારી કરેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે ચીની કલાકારો શી જિ જિંગપિંગ અને વડાપ્રધાન મોદી સામે પ્રસ્તુતિ કરી રહ્યાં હતાં ત્યારે બંને નેતાઓ મુસ્કુરાઈ રહ્યાં હતાં.



જિનપિંગે મુલાકાતને ગણાવી પવિત્
પીએમ મોદીના ચીની પ્રવાસના પહેલા દિવસ શિખર સંમેલનને સંબોધિત કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેને ખાસ ગણાવી. તેમણે કહ્યું કે આ વસંતનો અવસર છે અને આ ઋતુમાં જે પણ સંબંધો બને છે તે પવિત્ર ગણાય છે.


પીએમ મોદીએ આપી ખાસ ભેટ
ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિંનપિંગને એક ખાસ ભેટ આપી. મળતી માહિતી મુજબ પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને એક પ્રસિદ્ધ ચીની કલાકારની બે કલાકૃતિઓની પ્રતિલિપીઓ ભેટ આપી. કલાકારે આ કૃતિઓ પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિદ્યાલયમાં પોતાના 1939-40ના રોકાણ દરમિયાન બનાવી હતી.