PM Modi Europe Visit: બર્લિનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જર્મનીના ચાન્સલર સાથે કરી મુલાકાત
PM Modi Berlin Visit: ત્રણ દિવસના યુરોપના પ્રવાસે પહોંચેલા પીએમ મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું.
બર્લિનઃ ત્રણ દિવસના યુરોપીય પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ સકોલ્ઝ સાથે મુલાકાત કરી છે. પ્રધાનમંત્રીની સ્કોલ્ઝના ચાન્સલર બન્યા બાદ આ પ્રથમ મુલાકાત છે.
ત્યારબાદ પીએમ મોદી છઠ્ઠા ભારત-જર્મની અંતર સરકારી વિચાર વિમર્શ IGC ની સહ-અધ્યક્ષતા કરશે. આ એક વિશિષ્ટ કાર્યક્રમ છે જેને ભારત માત્ર જર્મની સાથે કરે છે. આઈજીસીની શરૂઆત 2011માં થઈ હતી. આ એક વિશિષ્ટ દ્વિવાર્ષિક તંત્ર છે જે બંને દેશોની સરકારને વ્યાપક દ્વિપક્ષીય મુદ્દા પર સમન્વયની મંજૂરી આપે છે. આ કાર્યક્રમમાં બંને દેશના કેટલાક મંત્રી પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બેઠકમાં ભાગ લેશે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube