અબુધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાતે ફ્રાન્સથી અબુધાબી પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પોતાના પ્રવાસ બાદ શુક્રવારે પેરિસથી અબુધાબી પહોંચ્યા હતાં. સંયુક્ત આરબ અમીરાતના પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ વિદેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો વિસ્તાર કરવા માટે ઔપચારિક રીતે રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે. આ મુસાફરી દરમિયાન તેઓ યુએઈ સરકાર દ્વારા અપાનારા સર્વોચ્ચ નાગરિક 'સન્માન ઓર્ડર ઓફ ઝાયદ' પણ મેળવશે. ભારતીય સમય અનુસાર આ સન્માન તેમને આજે એટલે કે શનિવારે બપોરે 2 વાગે એનાયત કરાશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...