સમરકંદઃ સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ છે. પીએમ મોદીએ ઇશારામાં રશિયાના રાષ્ટ્રપતિને યુદ્ધને લઈને એક મહત્વની સલાહ આપી દીધી. તેમણે કહ્યું કે આ યુગ યુદ્ધનો નથી. તેમણે કહ્યું કે ડેમોક્રેસી, ડિપ્લોમેસી અને ડાયલોગથી દુનિયાને સાચો સંદેશ મળશે. તો ઉર્જા-સુરક્ષા પર પણ આ દરમિયાન ચર્ચા થઈ છે. પહેલા આ બેઠક 30 મિનિટ થવાની હતી, પરંતુ બંને નેતાઓ વચ્ચે એક કલાક કરતા વધુ સમય ચર્ચા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિને રશિયાની યાત્રાનું આપ્યું આમંત્રણ
આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને રશિયાની યાત્રાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે આપણા વચ્ચે કંસ્ટ્રક્ટિવ સંબંધો રહ્યાં છે. સાથે તેમણે કહ્યું કે ભારતે રશિયા પાસે ફર્ટિલાઇઝરની જે માંગ કરી છે, તેને પૂરી કરીશું. આશા છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાં મદદ થશે. તેમણે કહ્યું કે ઘણા બધા વિષયો પર ચર્ચા થઈ. બંને નેતાઓ વચ્ચે ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધો વિશે વિગતવાર વાત થઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube