PM મોદીએ ઈજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત, ભારત સાથે છે ખાસમખાસ સંબંધ
અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા. ઈજિપ્તની રાજધાની કાહિરામાં શનિવારે પીએમ મોદીનું શાનદાર સ્વાગત થયું. ઈજિપ્ત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી આજે પ્રસિદ્ધ મસ્જિદ અલ હકીમની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે મસ્જિદનું નિરિક્ષણ કર્યું.
અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા. ઈજિપ્તની રાજધાની કાહિરામાં શનિવારે પીએમ મોદીનું શાનદાર સ્વાગત થયું. ઈજિપ્ત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી આજે પ્રસિદ્ધ મસ્જિદ અલ હકીમની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે મસ્જિદનું નિરિક્ષણ કર્યું. અહીં દાઉદી વોહરા સમુદાયના લોકોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને સમૃતિચિન્હો ભેટમાં આપ્યા.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ હેલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સ્થિત યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે વીઝીટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા. આ સ્મારક એવા 4000 ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઈજિપ્ત અને પેલેસ્ટાઈનમાં શહીદ થયા હતા. કબ્રસ્તાનના પ્રવેશ દ્વાર પર હેલિયોપોલીસ પોર્ટ ટેવફિક મેમોરિયલ છે. જે બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે. જો કે પોર્ટ ટેવફિકનું મૂળ સ્મારક 1970ના દાયકામાં ઈઝરાયેલ-ઈજિપ્ત સંઘર્ષ દરમિયાન નષ્ટ થઈ ગયું હતું.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube