ગિનીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ એરપોર્ટ પર પીએમ મોદીનું પગે લાગીને  સ્વાગત કર્યું. આ પછી પીએમ મોદીએ જેમ્સ મારાપેને ગળે લગાવ્યા. પીએમ મોદી પાપુઆ ન્યુ ગીની પહોંચનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. તેમના પહેલા કોઈ ભારતીય પીએમે પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લીધી નથી. પાપુઆ ન્યુ ગિનીના પોર્ટ મોરેસ્બી ખાતે પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા.


પાપુઆ ન્યુ ગીનીમાં પીએમ મોદીનો આ કાર્યક્રમ 
PM મોદી પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC) ની 3જી સમિટનું આયોજન કરશે. પાપુઆ ન્યુ ગિની જતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે હું આભારી છું કે તમામ 14 પેસિફિક ટાપુ દેશો (પીઆઈસી) એ મહત્વપૂર્ણ સમિટ (એફઆઈપીઆઈસી) માં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. પોતાના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube