રોયલ વેડિંગમાં દુલ્હનનાં બદલે પ્રિંસ હેરી રડી પડ્યાં: વાઇરલ થઇ તસ્વીરો
માં પ્રિન્સેસ ડાયનાને યાદ કરીને હેરી રડી પડ્યા હોવાનાં ક્યાસ સાથે લોકોએ સહાનુભુતી વ્યક્ત કરી હતી
લંડન : આપણા દેશમાં સામાન્ય રીતે લગ્નમાં વિદાય દરમિયાન દુલ્હન ભાવુક થઇને રડતી હોય તેવા દ્રશ્યો સામાન્ય છે. બીજી તરફ બ્રિટનનાં શાહી લગ્ન સમારંભમાં ઉલ્ટો નજારો જોવા મળ્યો હતો. અહીં પોતાનાં જ લગ્નમાં ઇંગ્લેન્ડનાં પ્રિંસ હેરી રોઇ પડ્યા હતા. વરરાજા બનેલ પ્રિંસ હેરીની રોવાની તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. ઘણા લોકો તેમનાં પ્રત્યે સહાનુભુતી પણ વ્યક્ત કરી રહ્યા છે.
ઘણા લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે કદાચ પ્રિંસ હેરી પોતાની માં ડાયનાને યાદ કરીને રોઇ પડ્યા હોય. રાજકુમાર હેરી પોતાનાં માં ડાયનાની ખુબ જ નજીક હતા. એક ઇન્ટરવ્યુંમાં રાજકુમાર હેરીએ જણાવ્યું હતું કે 20 વર્ષ સુધી તેમણે પોતાની ભાવનાઓને દબાવી રાખી હતી પરંતુ તેઓ હજી પણ આઘાતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે પ્રિંસ હેરી અમેરિકી અભિનેત્રી મેગન મર્કેસની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા ચે અને ચેપલમાં હાજર હતા. જો કે પ્રિંસ હેરીએ પોતાની જાતને સંભાળતા લગ્નની તમામ વિધિ પતાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોયલ વેડિંગમાં બોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા પણ પહોંચી છે. ઇંગ્લેન્ડનાં પ્રિંસ હેરી અમેરિકી ટીવી સીરીઝ સૂટ્સની અભિનેત્રી મેગન મર્કેલ સાથે લગ્નનાં બંધનમાં બંધા ઇગયા છે. તેમનાં લગ્ન વિંડસર મહેલમાં આવેલ જોર્ય ચેપલમાં થયા હતા. પ્રિંસ હેરી અને મેગન આ લગ્ન બાદ સસેક્સનાં ડ્યૂક અને ડચેસ તરીકે ઓળખાશે.