ઇસ્લામાબાદ: ભારત સાથે સતત વધી રહેલા તણાવને કારણે પાકિસ્તાન પર સીધી અસર જોવા મળી રહી છે. આ તણાવની સીધી અસરને કારણે પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મીડિલટનની પાકિસ્તાનની યાત્રા રદ્દ કરવામાં આવી શકે છે, ધ જડ્યુક એન્ડ ડચેસ ઓફ કૈંબ્રિઝ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે તેમની પાકિસ્તાન યાત્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે આવેલા એક મીડિયા રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. ધ ન્યુઝ ઇન્ટરનેશનલે બ્રિટ ફોરમ અને કોમનવેલ્થ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કર્યું કે, હાલ તે વિસ્તારમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને તણાવને ધ્યાનમાં રાખીને આ શાહી જોડીની પાકિસ્તાન યાત્રા રદ્દ થઇ શકે છે.


ભારત સાથેના તંગ સંબંધો વચ્ચે ઈમરાન ખાને જનરલ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ વધાર્યો


જુઓ LIVE TV....



આ પહેલા જૂન મહિનામાં આ શાહિ પરિવાર એક અધિકારીક નિવેદનમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ દંપતિ આ વર્ષના અંતમાં ફોરેન અને કોમનવેલ્થ ઓફિસના પાકિસ્તાન પ્રવાસ કરસે. વર્ષ 2006માં પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલા દક્ષિણ એશિયાના પ્રવાસ માટે આવ્યા હતા. ત્યાર બાદથી આ પ્રિન્સ વિલિયમ અને કેટની આ યાત્રા બ્રિટિશ શાહી પરિવારનો આ પહેલો પ્રવાસ છે. આ પહેલા વર્ષ 1991માં દિવંગત રાજકુમારી ડાયના પાકિસ્તાની યાત્રા પર આવ્યા હતા. 


Input: IANS