લંડન: પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે. વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં મહત્વના પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મૂળના નેતા છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા પ્રીતિ પટેલને સાજીદ જાવીદની જગ્યાએ ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. સાજીદ જાવીદ પાકિસ્તાની મૂળના છે અને તેઓ નાણા મંત્રી બન્યા છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલા જાતીય અલ્પસંખ્યક સમુદાયના નેતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રીતિ પટેલ મૂળ ગુજરાત સાથે ઘરોબો ધરાવે છે અને બ્રિટનમાં થનારા પ્રવાસી ભારતીય કાર્યક્રમોમાં મોટાભાગે પ્રમુખ રીતે ભાગ લે છે. તેમને બ્રિટનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરદસ્ત સમર્થક ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે બ્રેક્ઝિટના મુદ્દે થેરેસા મેના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ બોરિસ જોનસનને પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ જોનસને મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મુલાકાત કરી અને તેમને દેશના નવા વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...