Golden Visa Greece: જ્યારે પણ ભારતીયોને વિશ્વમાં ક્યાંય પણ ગોલ્ડન વિઝાની તક મળે છે, ત્યારે તેઓ તેનો લાભ લેવા દોડી જાય છે. હવે  ગ્રીસે કેટલાક ન્યૂનતમ રોકાણ પર ગોલ્ડન વિઝા (Golden Visa) પ્રોગ્રામ શરૂ કર્યો, ત્યારે ભારતીયોએ ત્યાં મિલકત ખરીદવાનું શરૂ કર્યું છે. છેલ્લા જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ગ્રીસમાં (Greece) ભારતીયો દ્વારા મિલકતની ખરીદીમાં 37 ટકાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીસે (Greece) લગભગ 2.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદવા માટે ગોલ્ડન વિઝા (Golden Visa) ઓફર કર્યા છે. જેથી ભારતીયો ત્યાં પ્રોપર્ટી ખરીદવા દોડયા છે. ગત જુલાઈ અને ઓગસ્ટમાં ગ્રીસમાં ભારતીયો દ્વારા પ્રોપર્ટીની ખરીદીમાં 37 ટકાનો જંગી વધારો થયો છે. હવે આ નિયમ બદલાવાનો છે, તેથી ભારતીય ખરીદદારો કોઈપણ કિંમતે તેનો લાભ લેવા માંગે છે.


ગોલ્ડન વિઝાનો નિયમ શું છે?
ગ્રીસે (Greece) 2013માં ગોલ્ડન વિઝા પ્રોગ્રામ (Golden Visa)  શરૂ કર્યો હતો. આ નિયમ અનુસાર, ગ્રીક સરકાર કોઈપણ વિદેશીને રહેઠાણ અથવા નાગરિકતા આપશે જે ઓછામાં ઓછા €250,000 (લગભગ રૂ. 2.5 કરોડ)નું રિયલ એસ્ટેટ, સરકારી બોન્ડ અથવા અન્ય માન્ય સાધનોમાં રોકાણ કરે છે. માત્ર ગ્રીસ જ નહીં, યુનાઈટેડ આરબ અમીરાત (UAE), ઓસ્ટ્રેલિયા, અમેરિકા (USA) જેવા દેશો પણ લઘુત્તમ રકમના રોકાણ પર ગોલ્ડન વિઝા આપે છે.


શા માટે ભારતીયોમાં ગ્રીસનું આકર્ષણ
યુરોપિયન દેશ ગ્રીસમાં ઘર ભાડાથી આવક સારી છે. આ સાથે ત્યાંની આરોગ્ય સેવાઓ અને શિક્ષણ વ્યવસ્થા એવી છે કે ત્યાંના લોકો ઘર ખરીદવામાં નફાકારક સોદો જુએ છે. એટલું જ નહીં, EUમાં બિઝનેસ સ્થાપવાની ક્ષમતાને કારણે યુરોપમાં બીજું ઘર મેળવવા ઈચ્છતા શ્રીમંત ભારતીયોમાં આ પ્રોગ્રામ વધુને વધુ લોકપ્રિય બન્યો છે.


મિલકત ખરીદીમાં તેજી
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, ગ્રીસમાં જુલાઈથી ઓગસ્ટ વચ્ચે ભારતીય રોકાણકારો દ્વારા મિલકતની ખરીદીમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશના ગોલ્ડન વિઝા પ્રોગ્રામમાં (Golden Visa) ફેરફાર કરતા પહેલાં ખરીદદારો કાયમી રહેઠાણ મેળવવા માટે ધસારો કરી રહ્યાં છે. 


ન્યૂનતમ રકમ વધી છે
પ્રોપર્ટી ડેવલપમેન્ટ ફર્મ લેપ્ટોસ એસ્ટેટ્સે ખુલાસો કર્યો હતો કે ભારતીય રોકાણકારો ઓછામાં ઓછા €250,000 (આશરે રૂ. 2.5 કરોડ)ના રોકાણ સાથે યુરોપમાં કાયમી રહેઠાણ મેળવી શકે છે. હવે, એથેન્સ, થેસાલોનિકી, માયકોનોસ અને સેંટોરિની જેવા ટિયર I શહેરોમાં લઘુત્તમ રોકાણ €800,000 છે. ટિયર II વિસ્તારોમાં જેમાં ગ્રીસના (Greece)અન્ય તમામ ભાગોનો સમાવેશ થાય છે, મર્યાદા €250,000 થી વધીને €400,000 પહોંચી છે.


વ્યાપક આવાસ નીતિનો ભાગ
આ પગલું વ્યાપક હાઉસિંગ પોલિસીનો એક ભાગ છે જેનો હેતુ ઉચ્ચ માંગવાળા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પર દબાણ ઘટાડીને ગ્રીક નાગરિકો માટે સસ્તું અને ગુણવત્તાયુક્ત આવાસ સુનિશ્ચિત કરવાનો છે. ગ્રીસના નાણાપ્રધાન કોસ્ટિસ હેટઝિડાકિસે (Kostis Hatzidakis) એપ્રિલમાં જણાવ્યું હતું કે "સરકારને આશા છે કે આ સ્થાનિક આવાસની જરૂરિયાતોને સંબોધિત કરતી વખતે ઓછા ભીડવાળા વિસ્તારોમાં રોકાણને પ્રોત્સાહિત કરશે."